IPL 2021: જીત બાદ દિલ્હીના ધવને પૃથ્વી શોને ઉંચકી લીધો અને કહ્યું બેટા હવે તું...
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ શાનદાર પરફોર્મન્સ કરતા પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સને 7 વિકેટથી હાર આપી હતી. ચેન્નઈ સુપરનનકિંગ્સ સામે શિખર ધવન (Shikhar Dhawan) ને 85 અને પૃથ્વી શો (Prithvi Shaw) એ 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
IPL 2021: દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ શાનદાર પરફોર્મન્સ કરતા પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સને 7 વિકેટથી હાર આપી હતી. ચેન્નઈ સુપરનનકિંગ્સ સામે શિખર ધવન (Shikhar Dhawan) ને 85 અને પૃથ્વી શો (Prithvi Shaw) એ 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ બંનેની શાનદાર ઈનિંગે મેચને એક તરફી બનાવી દીધી હતી. ધવનને શાનદાર ઈનિંગના કારણે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. મેચ બાદ શિખર ધવન અને પૃથ્વી શોએ જીતની ખુશી કંઈક અલગ અંદાજમાં ઉજવી હતી જેનો વીડિયો ગબ્બરે શેર કર્યો છે. ધવન દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બંને ખેલાડીઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ બેકગ્રાઉન્ડમાં 'બેટે તુને મોજ કર દી' ગીત વાગી રહ્યું છે.
આ વીડિયોમાં શિખર ધવન સાથી ક્રિકેટર પૃથ્વી શોને ઉંચકી લેવાની કોશિશ કરે છે અને સાથે જ પૃથ્વીના ગાલને પકડી મસ્તી કરે છે. એટલું જ નહી શિખર ધવને વીડિયો શેર કરતા લખ્યું, બેટા શેર હો તુમ, મોજ કર દી. આ સિવાય ધવને લખ્યું, ખૂબ જ વજનવાળો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
દિલ્હીની ટીમ અહીં 189 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરી હતી, પરંતુ પૃથ્વી શૉ અને શિખર ધવનની જોડીએ પહેલી વિકેટ માટે 138 રન બનાવીને ચેન્નાઇ માટે પરેશાન પેદા કરી દીધી હતી. શૉએ 38 બૉલમાં પોતાની ઇનિંગમાં તોફાની 72 રન બનાવ્યા, જેમાં તેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી બાજુ શિખર ધવને પણ 54 બૉલમાં વિસ્ફોટક 85 રન ઠોક્યા. તેની આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા.
પૃથ્વી શૉ વિજય હજારે ટ્રૉફીથી જ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તેને પોતાનુ આ ફોર્મ આઇપીએલમાં પણ જાળવી રાખ્યુ છે. શૉની આ લાજવાબ બેટિંગ બાદ શિખરે તેના જોરદાર વખાણ કર્યો, શિખર ધવન તેની આવી તોફાની બેટિંગ જોઇને ચોંકી ગયો હતો. તેને મેચ બાદ પૃથ્વી પર એક જોરદાર વીડિયો બનાવ્યો તે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં શૉ બેટથી નૉકિંગ કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન ધવન તેની પાસે આવે છે, અને તેને ખોળામાં ઉંચકવાની કોશિશ કરે છે.