IPL 2021:ઈંગ્લેન્ડની આ ક્રિકેટરે RCBને ગણાવી ચેમ્પિયન બનવા હોટ ફેવરીટ ? કોણે મુંબઈની જીતની કરી આગાહી ?
IPL 2021: મુંબઈ ઈન્ડિયન્સ કે રાજસ્થાન રોયલ્સ વિજેતા બને છે કે અન્ય કોઈ ટીમ કપ ઉઠાવશે તેના પર સૌની નજર રહેશે.
IPL 2021: આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે પરંતુ લોકોના દિમાગ પર અત્યારથી જ ભૂત સવાર થવા લાગ્યું છે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લઈ એક મહિલા ક્રિકેટર અત્યારથી જ સપોર્ટમાં આવી છે. ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર એલેકઝેંડ્રા હર્ટલીએ આરસીબીને હેશટેગ કરીને પોતાના ટ્વિટર હેન્ડલ પરકથી લખ્યું, આઈપીએલ શરૂ થવાની રાહ જોઈ રહી છું.
તેણે આરસીબીને આઈપીએલ જીતવા ફેવરિટ ગણાવી હતી. એલેકઝેંડ્રા કોહલીની ફેન છે અને 2018માં એક આઈપીએલ મેચમાં આરસીબીની ટીમ કોલકાતા સામે હારી ગઈ ત્યારે તેમે સમગ્ર ટીમને ફટકાર લગાવી હતી. આરસીબી અત્યાર સુધીમાં એક પણ વખત આઈપીએલ વિજેતા બની હતી. આ ટીમ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં પહોંચી હતી પણ વિજેતા બની શકી નહોતી. કોરોનાના કારણે આઈપીએલ અધવચ્ચેથી સ્થિગત કરવામાં આવ્યા બાદ ફરીથી શરૂ થવા જઈ રહી છે ત્યારે આરસીબીના અનેક ખેલાડી બદલાઈ ગયા છે પરંતુ એલેકઝેંડ્રા હર્ટલી આરસીબીને પહેલાની જેમ જ સપોર્ટ કરી રહી છે.
એલેકઝેંડ્રા ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની અગ્રણી ખેલાડી છે. તેનો જમ્મ 6 સપ્ટેમ્બર 1993ના રોજ ઈંગ્લેન્ડના લેંકેશાયરમાં થયો થે,. 27 જૂન 2017ના રોજ પાકિસ્તાના સામે પ્રથમ આંતરરાષ્ટીરય મેચ રમી હતી. તે ઈંગ્લેન્ડ માટે 2016 થી 19 વચ્ચે 28 વન ડે મેચ રમી છે. જેમાં 39 વિકેટ લીધી છે. આ ઉપરાંત ચાર આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં ત્રણ વિકેટ ઝડપી છે.
ટીમ ઈન્ડિયાના ગુજરાતી ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના મહત્વના ખેલાડી હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રીજી વખત વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ કે રાજસ્થાન રોયલ્સ વિજેતા બને છે કે અન્ય કોઈ ટીમ કપ ઉઠાવશે તેના પર સૌની નજર રહેશે.