Ravi Shastri Test Positive: ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયામાં કોરોનાની એન્ટ્રી ? જાણો મોટા સમાચાર
બીસીસીઆઈની મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપીસ્ટ નીતિન પટેલને અગમચેતીના ભાગ રૂપે આઈસોલેશનમાં મોકલ્યા છે.
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફના ચાર ખેલાડીને આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે હેડ કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ફિઝિયોથેરાપીસ્ટ નીતિન પટેલને અગમચેતીના ભાગ રૂપે આઈસોલેશનમાં મોકલ્યા છે. ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
BCCI Medical Team has isolated Head Coach Ravi Shastri, Bowling Coach B Arun, Fielding Coach R Sridhar, and Physiotherapist Nitin Patel as a precautionary measure after Shastri’s lateral flow test returned positive last evening: BCCI pic.twitter.com/48D4RQ4Pk8
— ANI (@ANI) September 5, 2021
રોહિત શર્માની સદી, પૂજારાની અડધી સદીથી ભારત 171 રન આગળ
રોહિત શર્માની શાનદાર શતકીય ઈનિંગ તેમજ તેની અને પૂજારા વચ્ચેની મેરેથોન ભાગીદારીને સહારે ભારતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં મજબુત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. ભારતના પ્રથમ ઈનિંગના ૧૯૧ સામે ઈંગ્લેન્ડે ૯૯ રનની સરસાઈ મેળવતા ૨૯૦ રન કર્યા હતા. જે પછી ભારતે બીજી ઈનિંગમાં ભારે આત્મવિશ્વાસ સાથે બેટીંગ કરતાં ત્રીજા દિવસે ૯૨ ઓવરમાં ૩ વિકેટે ૨૭૦ રન કરી લીધા હતા. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ પર કુલ ૧૭૧ રનની સરસાઈ પણ હાંસલ કરી લીધી હતી. ભારતીય ઓપનર રોહિત શર્માએ વિદેશની ભૂમિ પર સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ રન કર્યા હતા. તેણે કારકિર્દીની આઠમી ટેસ્ટ સદી ફટકારી હતી. જ્યારે આ તેની વિદેશની ભૂમિ પરની સૌપ્રથમ ટેસ્ટ સદી હતી. તેણે આશરે છ મહિના બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ અગાઉ તેણે ફેબ્રુઆરી,૨૦૨૧માં ઈંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ૧૬૧ રન નોંધાવ્યા હતા.