22 વર્ષના પૃથ્વી શૉએ મુંબઇમાં ખરીદ્યુ પોતાનું ઘર, કિંમત જાણીને થઇ જશો દંગ
આઇપીએલની આ સિઝનમાં પૃથ્વી શૉના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 9 મેચમાં 259 રન બનાવ્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં શાનદાર પ્રદર્શન કરી રહેલા દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉએ મુંબઇમાં પોતાનું આલીશાન ઘર ખરીદ્યું છે. 22 વર્ષીય પૃથ્વી શોએ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં પોતાનું ઘર ખરીદ્યું છે. તેની કિંમત 10.5 કરોડ રૂપિયા છે. ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, 2209 સ્ક્વેર ફીટ વિસ્તારમાં બનેલું આ ઘર બાંદ્રાની એક પોશ સોસાયટીના આઠમા માળે છે.
પૃથ્વી શૉને આ ઘર સાથે ત્રણ કાર પાર્ક કરવા માટે જગ્યા પણ મળી છે. રિપોર્ટ અનુસાર, 31 માર્ચે પૃથ્વી શૉએ 52.50 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી આપી હતી, 28 એપ્રિલે આ ઘર પૃથ્વી શૉના નામે થયુ હતું.
નોંધનીય છે કે પૃથ્વી શૉ હાલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. તેને દિલ્હીએ 7.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વર્ષ 2018માં પૃથ્વી શૉની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ત્યારે પૃથ્વી શો ચર્ચામાં આવ્યો હતો. પૃથ્વી શૉ ટીમ ઇન્ડિયા તરફથી ઇન્ટરનેશનલ મેચ પણ રમી ચૂક્યો છે.
આઇપીએલની આ સિઝનમાં પૃથ્વી શૉના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 9 મેચમાં 259 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 28 રહી છે અને તેણે બે અડધી સદી ફટકારી છે. પૃથ્વી શૉએ વર્ષ 2018માં ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું, તે અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે માત્ર 339 રન ફટકાર્યા છે, જ્યારે પૃથ્વી શૉએ 6 વનડેમાં 189 રન બનાવ્યા છે. IPLમાં પૃથ્વી શૉએ 62 મેચમાં 1564 રન બનાવ્યા છે.
નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....
વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......