નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....
ટેરેન્સ અને નોરા 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2' (India's Best Dancer Season 2)માં જજ તરીકે જોવા મળ્યા હતા. શોમાં તેમની કેમેસ્ટ્રી તેમજ ડાન્સ પર્ફોર્મન્સ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા.
મુંબઇઃ ભારતીય સિનેમાં ઓછા સમયમાં ધૂમ મચાવનારી સ્ટાર ડાન્સ કોરિયોગ્રાફર નોરા ફતેહીને આજે દરેક લોકો ઓળખે છે. નોરા ફતેહી પોતાના સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, હવે તેના રિલેશનીશીપ અંગે મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો ખુદ તેના પૂર્વ પ્રેમીએ કર્યો છે. સ્ટાર કોરિયોગ્રાફર ટેરેન્સ લૂઈસ અને નોરા ફતેહી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલી રહ્યુ હતુ, ટેરેન્સે રિલેશનશીપ અંગે ચુપ્પી તોડી છે.
ટેરેન્સ અને નોરા 'ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 2' (India's Best Dancer Season 2)માં જજ તરીકે જોવા મળ્યા હતા. શોમાં તેમની કેમેસ્ટ્રી તેમજ ડાન્સ પર્ફોર્મન્સ લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. ટેરેન્સે સ્વીકાર્યું છે કે નોરા અને તેની કેમેસ્ટ્રી જોરદાર હતી.
તાજેતરમાં જ ટેરેન્સ લૂઈસે આરજે સિદ્ધાર્થ કનનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, શું તે ક્યારેય નોરા સાથે રિલેશનશીપમાં હતો? હસતાં-હસતાં ટેરેન્સ જવાબ આપે છે, "રહસ્યને છૂપું જ રહેવા દો. હું તમને આના વિશે ઓફ-કેમેરા જણાવીશ." જોકે, આ મજાક બાદ ટેરેન્સે કહ્યું કે, તે અને નોરા માત્ર સારા મિત્રો છે અને તેનાથી વિશેષ તેમની વચ્ચે કંઈ જ નથી. નોરા અને ટેરેન્સ બેસ્ટ ફ્રેન્ડ છે? જવાબ આપતાં ટેરેન્સે જણાવ્યું, "હા અમે સારા મિત્રો છીએ. હું એવું નહીં કહું કે અમે ગાઢ મિત્રો છીએ અને રોજ એકબીજાને ફોન કરીએ છીએ પરંતુ અમારી રિલેશનશીપ હેલ્ધી છે."
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે