Amit Mishra in IPL: લખનૌની ટીમે 40 વર્ષના આ ભારતીય ખેલાડીને ઉતાર્યો મેદાનમાં, એકઠા હાથે પલટી શકે છે બાજી
Amit Mishra in IPL: આઈપીએલની 16મી સીઝનની 10મી મેચ હાલમાં લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે.
Amit Mishra in IPL: આઈપીએલની 16મી સીઝનની 10મી મેચ હાલમાં લખનૌના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદની ટીમની કેપ્ટનશીપ કરી રહેલા એડીન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અનુભવી લેગ-સ્પિનર અમિત મિશ્રાને લખનૌની ટીમ તરફથી આ મેચમાં રમવાની તક મળી છે, જેણે વર્ષ 2021ની સિઝનમાં તેની છેલ્લી IPL મેચ રમી હતી જ્યારે તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતો.
A look at the Playing XI for #LSGvSRH
— IndianPremierLeague (@IPL) April 7, 2023
Live - https://t.co/3AtXI7lgak #TATAIPL #LSGvSRH #IPL2023 pic.twitter.com/ANfF4nWARa
આ મેચને લઈને લખનૌની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં માર્ક વુડ અને આવેશ ખાન સંપૂર્ણ રીતે ફિટ ન હોવાને કારણે નથી રમી રહ્યા, આ ઉપરાંત કૃષ્ણપ્પા ગૌતમને પણ જગ્યા મળી નથી. તેના સ્થાને જયદેવ ઉનડકટ અને રોમારિયો શેફર્ડ સિવાય અમિત મિશ્રાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
IPLમાં 40 વર્ષીય અમિત મિશ્રાના રેકોર્ડની વાત કરીએ તો તેણે 154 મેચમાં 23.95ની એવરેજથી 7.36ના ઈકોનોમી રેટ સાથે કુલ 166 વિકેટ લીધી છે. આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં અમિત મિશ્રા હાલમાં ચોથા ક્રમે છે.
હૈદરાબાદ માટે પ્રથમ વખત અદીન માર્કરામ કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે
આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની કપ્તાની અદીન માર્કરામે સંભાળી લીધી છે, જે પ્રથમ મેચમાં ઉપલબ્ધ નહોતો. માર્કરામે આ જવાબદારી સંભાળતાની સાથે જ ટોસ જીત્યા બાદ એવો નિર્ણય લીધો, જે આ સિઝનની પ્રથમ 9 મેચમાં કોઈ કેપ્ટને લીધો નથી. ટોસ જીત્યા બાદ માર્કરામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈને બધાને ચોંકાવી દેવાનું કામ કર્યું છે.
લખનૌ સુપર જાયન્ટ્સ- કેએલ રાહુલ, કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, અમિત મિશ્રા, યશ ઠાકુર, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ.
સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (WK), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (C), હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન, ઉમરાન મલિક, આદિલ રશીદ