શોધખોળ કરો

IPL 2023: ક્રિકેટ બાદ હવે એક્ટિંગ કરતા જોવા મળશે રોહિત-સૂર્યા, મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો વીડિયો

આઈપીએલ 2023 શરૂ થવા જઈ રહી છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે શાનદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે.

IPL 2023: આઈપીએલ 2023 શરૂ થવા જઈ રહી છે. IPLની 16મી સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે શાનદાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. 5 વખત આઈપીએલ ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2022માં પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 10માં સ્થાને હતી. આઈપીએલની છેલ્લી સિઝન મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી બેકાર હતી, પરંતુ આ સિઝનમાં તેઓ જોરદાર વાપસી કરી શકે છે. જો કે, મેદાન પર શાનદાર પ્રદર્શન કરતા પહેલા  રોહિત શર્મા અને તેની પલ્ટન તમારા ટીવી અને મોબાઈલની સ્ક્રીન પર ધમાલ મચાવશે. આ માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા તેમજ ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા આઈપીએલના પ્રોમોના શૂટિંગમાં વ્યસ્ત છે. મુંબઈ ઈન્ડિયન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ ખેલાડીઓના પ્રોમો શૂટનો એક વીડિયો શેર કર્યો છે.  જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આવો અમે તમને તે વીડિયો પણ બતાવીએ અને તેના વિશે પણ જણાવીએ.

IPL પ્રોમો શૂટની વીડિયો ક્લિપમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાર ખેલાડીઓ હાજર છે.  જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને તિલક વર્મા પણ હાજર છે. રોહિત શર્માના હાથમાં બેટ દેખાઈ રહ્યું છે જ્યારે સૂર્યકુમાર યાદવ રંગીન ઓટોમાં બેઠો છે, તેના સાથીને ઓટોનું ભાડું શેર કરવા  કહી રહ્યો છે. આ સિવાય ઈશાન કિશન અને તિલક વર્મા બંને બાઇક પર બેસેલા જોવા મળે છે. તિલક વર્મા બાઇક ચલાવી રહ્યો છે જ્યારે ઇશાન કિશન હાથમાં બેટ લઇને તિલકની પાછળ બાઇક પર બેઠો છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવેલા આ ટ્વીટના અંતમાં લખવામાં આવ્યું છે કે તે જલ્દી જ સ્ક્રીન અને સ્ટેડિયમ બંને પર જોવા મળશે. જોકે  એક દિવસ પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આઈપીએલનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સ ઘણા વર્ષો પછી બુમરાહ અને પોલાર્ડ વગર જોવા મળશે

તમને જણાવી દઈએ કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ગત વર્ષ બહુ સારું રહ્યું ન હતું.  તેથી મુંબઈની પલ્ટન આ વખતે વાપસી કરવા મેદાનમાં ઉતરશે.  તેમની ટીમના કેટલાક ખેલાડીઓ જીત મેળવવા  પોતાનું સંપૂર્ણ અને શ્રેષ્ઠ યોગદાન આપી શકે છે. જોકે, આ વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં  કિરોન પોલાર્ડ નહીં હોય, જે છેલ્લા ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો હતો. પોલાર્ડ હવે આઈપીએલમાંથી નિવૃત્ત થઈ ગયો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સનો નવો બેટિંગ કોચ છે. આ સ્થિતિમાં પોલાર્ડ મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ જશે પરંતુ મેદાન પર રમતા જોવા નહીં મળે. આ સિવાય જસપ્રીત બુમરાહના રૂપમાં મુંબઈને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બુમરાહ ગંભીર ઈજાને કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ક્રિકેટ રમી શક્યો નથી અને આ વર્ષે તે સમગ્ર આઈપીએલ સીઝનમાંથી બહાર થઈ ગયો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
Embed widget