શોધખોળ કરો

IPL 2023: 16.25 કરોડનો આ ખેલાડી સીઝનની અધવચ્ચે CSKનો છોડશે સાથ! આ દિવસે જશે પોતાના દેશ 

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને છેલ્લી લીગ મેચ બાદ બેન સ્ટોક્સના રૂપમાં મોટો ફટકો પડશે. CSK માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Indian Premier League 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને છેલ્લી લીગ મેચ બાદ બેન સ્ટોક્સના રૂપમાં મોટો ફટકો પડશે. CSK માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ અને એશિઝ શ્રેણીની તૈયારી માટે બેન સ્ટોક્સને સ્વદેશ પરત ફરવું પડશે.

બેન સ્ટોક્સ આ સિઝનમાં માત્ર 2 મેચ રમ્યો છે. ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ અનુસાર, 20 મેના રોજ CSK અને દિલ્હી વચ્ચેની મેચ બાદ બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ જવા રવાના થશે. જો ચેન્નાઈ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે તો ટીમ પાસે પસંદગી માટે બેન સ્ટોક્સ ઉપલબ્ધ રહેશે નહીં.

આઈપીએલમાં રમવા આવતા પહેલા જ બેન સ્ટોક્સે એશિઝની તૈયારીને લઈને આઈપીએલમાંથી વહેલા પરત ફરવાનું નિવેદન આપ્યું હતું. ઈંગ્લેન્ડને 1 જૂનથી આયર્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચને ઈંગ્લેન્ડની એશિઝ પહેલા તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ જોવામાં આવી રહી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ ટૂંક સમયમાં આ બંને શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે.

બેન સ્ટોક્સને CSKએ 16.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો

ચેન્નાઈએ આ સિઝન માટે આઈપીએલની હરાજી દરમિયાન બેન સ્ટોક્સને 16.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટોક્સને જે બે મેચમાં રમવાની તક મળી તેમાં તેણે બેટથી 7 અને 8 રન બનાવ્યા. આ સિવાય તેણે એકમાત્ર ઓવરમાં 18 રન ખર્ચ્યા હતા. બેન સ્ટોક્સ ઘૂંટણની સમસ્યાને કારણે 2 મેચ બાદ પ્લેઈંગ 11માંથી બહાર  થયો હતો. જો કે સંપૂર્ણ ફિટ થયા બાદ પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. 

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. ચેન્નાઈએ 13માંથી 7 મેચ જીતી છે અને 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો કે, હવે પ્લેઓફમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે ચેન્નાઈ માટે દિલ્હી કેપિટલ્સ સામેની છેલ્લી લીગ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે.

જો ચેન્નાઈની ટીમ દિલ્હી સામેની મેચમાં હારી જશે તો તેની ટોપ-4માંથી બહાર થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જશે. આવી સ્થિતિમાં ચેન્નાઈએ અન્ય ટીમો વચ્ચે રમાયેલી મેચોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદરMount Abu: માઉન્ટ આબુમાં આજે ત્રણ ડિગ્રી તાપમાન, પાણી બની ગયુ બરફ| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Embed widget