CSK vs PBKS: છેલ્લા બોલે હારથી નિરાશ થયો એમએસ ધોની, મેચ બાદ જણાવ્યું ક્યા થઈ ભૂલ
Indian Premier League 2023: IPLની 16મી સિઝનની 41મી લીગ મેચ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ. પંજાબ કિંગ્સ (PBKS) એ આ મેચના છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 4 વિકેટે હરાવ્યું.
Indian Premier League 2023: IPLની 16મી સિઝનની 41મી લીગ મેચ ખૂબ જ રોમાંચક રીતે સમાપ્ત થઈ. પંજાબ કિંગ્સ (PBKS) એ આ મેચના છેલ્લા બોલ પર ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 4 વિકેટે હરાવ્યું. 201 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમ 19 ઓવરના અંતે 192 રન બનાવી શકી હતી. આ પછી, તેને જીતવા માટે છેલ્લી ઓવરમાં 9 રન બનાવવાના હતા, જેમાં તેણે 5 બોલમાં 6 રન બનાવ્યા હતા, ત્યારબાદ સિકંદર રઝાએ છેલ્લા બોલ પર 3 રન ફટકારીને પોતાની ટીમને રોમાંચક જીત અપાવી હતી.
આ મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે અમારે એ વાત માટે તૈયાર રહેવું પડશે શું કરવું પડશે. જ્યારે અમે આ મેચમાં બેટિંગ કરી રહ્યા હતા, તે સમયે અમે છેલ્લી ઓવરમાં 10 થી 15 રન બનાવી શકતા હતા. અમારી બોલિંગમાં થોડો સુધારો થવો જોઈએ. આ પીચ પર ધીમી બોલ થોડી સારી સાબિત થઈ રહી હતી. ધોનીએ વધુમાં કહ્યું કે મને લાગે છે કે આ પીચ પર 200નો સ્કોર ઘણો સારો હતો. અમે મેચમાં બે ઓવર ઘણી ખરાબ બોલિંગ કરી. અમે જાણતા હતા કે સ્થિતિ સારી છે પરંતુ તેમ છતાં અમે સારી બોલિંગ કરી ન હતી. પથિરાનાએ આ મેચમાં સારી બોલિંગ કરી હતી. અમારે આ મેચમાં પ્રથમ 6 ઓવરમાં વધુ સારી બોલિંગ કરવી જોઈતી હતી.
લિવિંગસ્ટને પંજાબ માટે મેચ બનાવી સિકંદરે ખતમ કરી
201 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમ પણ એક તબક્કે મેચમાં પાછળ જોવા મળી હતી.પરંતુ લિયામ લિવિંગ્સ્ટનની 24 બોલમાં 40 રનની ધમાકેદાર ઈનિંગ અને ત્યાર બાદ સિકંદર રઝાએ અંતે 7 બોલમાં 13 રન ફટકાર્યા હતા. ટીમને રોમાંચક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે પંજાબ હવે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગયું છે.
અથર્વ તાયડે, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સિકંદર રઝા, સેમ કુર્રન, જીતેશ શર્મા (wk), શાહરૂખ ખાન, હરપ્રીત સિંહ ભાટિયા, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ