SRH vs RR, 1 Innings Highlight: રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને આપ્યો 204 રનનો ટાર્ગેટ, 3 ખેલાડીઓએ ફટકારી ફિફ્ટી
IPL 2023, SRH vs RR: IPLની આ સિઝનનો સૌથી મોટો સ્કોર રાજસ્થાન રોયલ્સે બનાવ્યો છે. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. હૈદરાબાદે જીતવા માટે 204 રન બનાવવા પડશે.
IPL 2023, SRH vs RR: IPLની આ સિઝનનો સૌથી મોટો સ્કોર રાજસ્થાન રોયલ્સે બનાવ્યો છે. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. હૈદરાબાદે જીતવા માટે 204 રન બનાવવા પડશે. રાજસ્થાન તરફથી ત્રણ ખેલાડીઓએ અડધી સદી ફટકારી હતી. બટલરે 22 બોલમાં 54 રન બનાવ્યા હતા. સેમસને 32 બોલમાં 55 રન અને જયસ્વાલે 37 બોલમાં 54 રન બનાવ્યા હતા.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 2, 2023
A solid batting display from @rajasthanroyals as captain @IamSanjuSamson, @josbuttler & @ybj_19 scored cracking FIFTIES 👌 👌
Will @SunRisers chase the target down 🤔
Scorecard ▶️ https://t.co/khh5OBILWy #TATAIPL | #SRHvRR pic.twitter.com/wM7ma5zvzH
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા ભુવનેશ્વર કુમારે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી રાજસ્થાન તરફથી ઇનિંગની શરૂઆત કરનાર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે માત્ર 4 ઓવરમાં 50થી વધુ રન બનાવ્યા હતા.
આ પછી જોસ બટલરે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને જ્યારે તે 22 બોલમાં 54 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો ત્યારે રાજસ્થાન ટીમનો સ્કોર 85 રન પર પહોંચી ગયો હતો. અહીંથી યશસ્વી જયસ્વાલે રનની ગતિ જાળવી રાખતા કેપ્ટન સેમસન સાથે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. જયસ્વાલ આ મેચમાં 37 બોલમાં 54 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
કેપ્ટન સેમસને પણ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી
139ના સ્કોર પર યશસ્વી જયસ્વાલ પેવેલિયન પરત ફર્યા બાદ રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસને ટીમના સ્કોરને ઝડપથી વધારવાનું ચાલુ રાખ્યું હતું. સંજુ સેમસને 32 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો, આ ઉપરાંત શિમરોન હેટમાયરે છેલ્લી ઓવરમાં 22 રનની ઝડપી ઈનિંગ સાથે સ્કોરને 203 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી બોલિંગમાં ટી નટરાજન અને ફઝલ્લાક ફાહરુકીએ 2-2 વિકેટ લીધી હતી જ્યારે ઉમરાન મલિકે 1 વિકેટ લીધી હતી.
સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, શોમરોન હેટમાયર, રિયાન પરાગ, જેસન હોલ્ડર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, કે.એમ.આસિફ અને યુઝવેન્દ્ર ચહલ.