CSK vs RR: ચેપોકમાં જોવા મળ્યો ચેન્નાઈના બોલરોનો જલવો, રાજસ્થાન રોયલ્સ ફક્ત 141 રન બનાવી શકી, સિમરજીતની 3 વિકેટ
IPL 2024 CSK vs RR Innings Highlights: રાજસ્થાન રોયલ્સની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા, 20 ઓવરમાં બોર્ડ પર 141 રન બનાવ્યા. રાજસ્થાન માટે રિયાન પરાગે સૌથી મોટી ઇનિંગ્સ રમી અને 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 47* રન બનાવ્યા.
![CSK vs RR: ચેપોકમાં જોવા મળ્યો ચેન્નાઈના બોલરોનો જલવો, રાજસ્થાન રોયલ્સ ફક્ત 141 રન બનાવી શકી, સિમરજીતની 3 વિકેટ ipl-2024-csk-vs-rr-innings-highlights-rajasthan-royals-scored-141-runs-against-chennai-super-kings-at-ma-chidambaram-stadium CSK vs RR: ચેપોકમાં જોવા મળ્યો ચેન્નાઈના બોલરોનો જલવો, રાજસ્થાન રોયલ્સ ફક્ત 141 રન બનાવી શકી, સિમરજીતની 3 વિકેટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/fa06f8e35215da69276c033edfa0fa7b1715514774459397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IPL 2024 CSK vs RR Innings Highlights: રાજસ્થાન રોયલ્સની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે પ્રથમ બેટિંગ કરતા, 20 ઓવરમાં બોર્ડ પર 141 રન બનાવ્યા. રાજસ્થાન માટે રિયાન પરાગે સૌથી મોટી ઇનિંગ્સ રમી અને 35 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 47* રન બનાવ્યા. આ દરમિયાન ચેન્નાઈ તરફથી સિમરજીત સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. IPL 2024ની 61મી મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
Innings Break!#RR set a target of 1️⃣4️⃣2️⃣ 🎯
— IndianPremierLeague (@IPL) May 12, 2024
An interesting chase next as #CSK come out to bat soon ⏳
Will #RR defend it to qualify for the Playoffs? 🤔
Scorecard ▶️ https://t.co/1JsX9W2grC#TATAIPL | #CSKvRR pic.twitter.com/XgmXMKCU3C
સુપર સન્ડેની આ પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની શરૂઆત કંઈ ખાસ નહોતી. જયસ્વાલ અને બટલરે પ્રથમ વિકેટ માટે 43 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તે ખૂબ જ ધીમી ગતિએ આવી હતી, ત્યારબાદ રાજસ્થાન ઇનિંગ્સના અંત સુધી ઝડપી ગતિએ રન બનાવી શક્યું ન હતું. ટીમમાં હાજર ઘણા દિગ્ગજ અને સ્ટાર બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ દેખાતા હતા.
આવી રહી રાજસ્થાનની ઇનિંગ્સ
રાજસ્થાન તરફથી પ્રથમ બેટિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે પ્રથમ વિકેટ માટે 43 (38 બોલ)ની ભાગીદારી કરી હતી. રનની ગતિ વધારવાનો પ્રયાસ કરતી વખતે યશસ્વી જયસ્વાલે 7મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. સિમરજીતે જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. યશસ્વીએ 21 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. ત્યારબાદ ધીમી ગતિએ રમી રહેલો જોસ બટલર પણ 9મી ઓવરના પ્રથમ બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. સિમરજીતે જ બટલરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બટલરે 25 બોલમાં માત્ર ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.
ત્યારબાદ કેપ્ટન સંજુ અને રિયાન પરાગે થોડો સમય જવાબદારી સંભાળી અને ત્રીજી વિકેટ માટે 42 રન (37 બોલ)ની ભાગીદારી કરી. સિમરજીત સિંહે 15મી ઓવરમાં આ ભાગીદારીમાં ભંગ પાડ્યો અને સેમસનને પેવેલિયન પરત મોકલ્યો. રાજસ્થાનના કેપ્ટને 19 બોલમાં કોઈ પણ બાઉન્ડ્રી વિના માત્ર 15 રન બનાવ્યા હતા.
ત્યારપછી રાજસ્થાને 20મી ઓવરના પ્રથમ બોલ પર 131 રનના સ્કોર પર તેની ચોથી વિકેટ ધ્રુવ જુરેલના રૂપમાં ગુમાવી હતી. જુરેલે 18 બોલમાં 1 ફોર અને 2 સિક્સરની મદદથી 28 રન બનાવ્યા હતા. આ પછી બીજા બોલ પર શુભમ દુબે ખાતું ખોલાવ્યા વિના જ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. રિયાન પરાગ અને રવિચંદ્રન અશ્વિન અંતમાં અણનમ પરત ફર્યા હતા. રિયાને 47* અને અશ્વિને 1* રન બનાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)