શોધખોળ કરો

Watch: ચેપોકમાં લાખોની ભીડ વચ્ચે લખનઉના એક ફેને કરી CSKની બોલતી બંધ, જુઓ વીડીયો

CSK vs LSG: IPL 2024 ની 39મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌની ટીમે ચેન્નાઈના 211 રનના લક્ષ્યાંકને હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. આ મેચના બે રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

CSK vs LSG: IPL 2024 ની 39મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં લખનૌની ટીમે ચેન્નાઈના 211 રનના લક્ષ્યાંકને હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. આ મેચના બે રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ બંને વીડિયોમાં લખનૌના ચાહકો યલો આર્મીથી ઘેરાયેલા જોવા મળે છે. આ ઉપરાંત, તેઓ લખનૌને બેજોડ સમર્થન પણ આપી રહ્યા છે.

શું છે વાયરલ વીડિયોમાં?
IPL 2024ની 39મી મેચ સાથે જોડાયેલા બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં લખનૌનો જબરો ફેન યલો આર્મીથી ઘેરાયેલો જોવા મળે છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે લખનૌ તેની જીતની નજીક હતું. બીજા વિડિયોમાં લખનૌનો એક નાનો ચાહક પણ યલો આર્મીથી ઘેરાયેલો જોવા મળ્યો હતો, જેનો વીડિયો ખુદ LSGના જ સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવ્યો હતો.

બંને વીડિયો અહીં જુઓ

CSK vs LSG સ્કોર બોર્ડ

 લખનઉ સુપર જાયન્ટ્સે સતત બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું છે. પોતાના હોમ ગ્રાઉન્ડ એકાનામાં આઠ વિકેટે પરાજય આપ્યા બાદ હવે લખનઉએ ચેપોકમાં ચેન્નાઈને છ વિકેટે હરાવ્યું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ ચાર વિકેટે 210 રન બનાવ્યા હતા. CSK માટે ઋતુરાજ ગાયકવાડે 108 રનની અણનમ ઇનિંગ રમી હતી. જવાબમાં લખનઉએ 19.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. માર્કસ સ્ટોયનિસ 63 બોલમાં 124 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ જીત સાથે લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. તેણે ચેન્નાઈની જગ્યા લીધી જે પાંચમા સ્થાને સરકી ગઈ છે. ચેન્નાઈની આગામી મેચ 28મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે જ્યારે લખનઉની ટીમ 27મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે ઈકાનામાં રમશે.

આ પહેલા ગાયકવાડે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 56 બોલમાં સદી ફટકારી હતી, આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડની આ સદી 18મી ઓવરમાં આવી હતી, કારણ કે તેણે યશ ઠાકુરના બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. આ પહેલા ગાયકવાડનો IPL 2024માં સર્વોચ્ચ સ્કોર 67 રન હતો. તેણે KKR સામેની મેચમાં અણનમ 67 રન બનાવીને ચેન્નાઈની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ગાયકવાડની આઈપીએલ કારકિર્દીની આ સૌથી ઝડપી સદી પણ બની ગઈ છે. અગાઉ 2021માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે 60 બોલમાં સદી પૂરી કરી હતી. હવે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં તેણે 56 બોલ રમીને પોતાની સદી પૂરી કરી છે. CSK માટે અત્યાર સુધીની સૌથી ઝડપી સદી રમવાનો રેકોર્ડ મુરલી વિજયના નામે છે, જેણે 2010માં રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 46 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. CSK લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં બેટિંગ કરવા ઉતરી હતી. એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી, પરંતુ ગાયકવાડે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સદી ફટકારીને CSKના ચાહકો માટે વેલ્યુ ફોર મની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગમાં શિવમ દુબેએ પણ તેને પૂરો સાથ આપ્યો હતો, જેની સાથે તેણે 104 રનની ભાગીદારી કરી હતી.

લખનૌનું અત્યાર સુધીનું પ્રદર્શન
આ જીત બાદ લખનૌ 8 મેચમાં 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. IPL 2024ની શરૂઆતમાં લખનૌની ટીમ થોડી પાછળ હતી પરંતુ ત્યારબાદ પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ સામે સતત ત્રણ જીત હાંસલ કરી હતી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની હાર સાથે લખનૌની જીતનો દોર તૂટી ગયો હતો પરંતુ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને પુનરાગમન કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Embed widget