RCB vs SRH: હૈદારાબાદે બનાવ્યો આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર, આરસીબીને આપ્યો 288 રનનો ટાર્ગેટ
RCB vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં, મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
RCB vs SRH: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં, મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ રહી છે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જવાબમાં હૈદરાબાદે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
🚨 𝗧𝗵𝗲 𝗥𝗲𝗰𝗼𝗿𝗱 𝗶𝘀 𝗯𝗿𝗼𝗸𝗲𝗻 𝗮𝗴𝗮𝗶𝗻 🚨@SunRisers continue to hold the record for the highest total in IPL history 🧡🔥
— IndianPremierLeague (@IPL) April 15, 2024
2⃣8⃣7⃣/3⃣#TATAIPL | #RCBvSRH pic.twitter.com/5VOG8PGB6X
સનરાઇઝર્સે પોતાનો રેકોર્ડ તોડ્યો
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સે 3 વિકેટ ગુમાવીને 287 રનનો મોટો સ્કોર બનાવ્યો. આ IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. મેચમાં ઓપનર ટ્રેવિસ હેડે 39 બોલમાં સદી ફટકારી હતી. આ રીતે IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તૂટતા બચ્યો. IPLમાં આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ક્રિકેટર ક્રિસ ગેલ (30 બોલ)ના નામે છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટની 30મી મેચ છે, જે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે કદાચ ખોટો સાહિત થયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હૈદરાબાદના બેટ્સમેનો વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે.
હેડે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા
સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ટ્રેવિસ હેડે તેની શાનદાર ઇનિંગ ચાલુ રાખી અને આરસીબી સામે 39 બોલમાં સદી ફટકારી. આઈપીએલના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. હૈદરાબાદે માત્ર 68 બોલમાં 150 રનનો આંકડો પૂરો કર્યો હતો. બોલરોની ધોલાઈ કર્યા બાદ ટ્રેવિસ હેડ પેવેલિયન પરત ફર્યો હતો. હેડે 41 બોલમાં 102 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તેને લોકી ફર્ગ્યુસને આઉટ કર્યો હતો. હૈદરાબાદે 13મી ઓવરમાં 165 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી.
હેડે આઈપીએલની ચોથી ઝડપી સદી ફટકારી હતી
હેડે તેની IPL કારકિર્દીની ચોથી ઝડપી સદી ફટકારી છે. આ લીગમાં ક્રિસ ગેલ (30 બોલ), યુસુફ પઠાણ (37 બોલ) અને ડેવિડ મિલરે (38 બોલ) તેના કરતા ઝડપી સદી ફટકારી છે. તે SRH માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેના પહેલા, SRH માટે સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો (43 બોલમાં વિ. KKR, 2017).