IPL Auction 2022: ભારતીય ટીમના કયા ફાસ્ટ બોલર પર કોઈએ ન લગાવી બોલી ?
IPL Auction 2022: IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. જ્યારે ઘણા ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નથી.
IPL Auction 2022: આઈપીએલ 2022 હરાજીનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 10 ટીમોએ મળીને 74 ખેલાડીઓને ખરીદ્યા. જેમાં 20 વિદેશી ખેલાડી પણ સામેલ છે. 23 ખેલાડીઓને કોઈ ખરીદદાર મળ્યા નહોતા. પ્રથમ દિવસે તમામ ટીમોએ મળીને 388 કરોડ 10 લાખ રૂપિયા ખર્ચ કર્યા. બીજા દિવસની શરૂઆત એડમ માર્કરમની હરાજીથી થઈ છે. આફ્રિકાના ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2.60 કરોડમાં કરારબદ્ધ કર્યો છે.
ભારતીય ટીમના કયા સ્ટાર બોલરને ન મળ્યો કોઈ ખરીદદાર
ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્માને પણ કોઈ ખરીદદરા મળ્યો નથી. 33 વર્ષનીય ઈશાંત શર્મા આઈપીએલની 93 મેચમાં 72 વિકેટ ઝડપી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 105 ટેસ્ટમાં 311 વિકેટ, 80 વન ડેમાં 115 વિકેટ અને 14 ટી20માં 8 વિકેટ લીધી છે.
We are back and Ishant Sharma is the player to go under the hammer - He is UNSOLD #TATAIPLAuction @TataCompanies
— IndianPremierLeague (@IPL) February 13, 2022
બીજા દિવસે આ ખેલાડીઓને ન મળ્યા કોઈ ખરીદદાર
- માર્નસ લાબુશેન
- ઈઓન મોર્ગન
- સૌરભ તિવારી
- એરોન ફિંચ
- ચેતેશ્વર પુજારા
- જેમ્સ નિશામ
- ક્રિસ જોર્ડન
- લુંગી એનગિડી
- શેડ્રોલ કોટ્રેલ
- કુલ્ટર નાઈલ
- તારબેઝ શમ્સી
- કાઇસ અહમદ (અફઘાનિસ્તાન)
IPLમાં ઇગ્લેન્ડનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો લિયામ લિવિંગસ્ટોન
IPL 2022 ના મેગા ઓક્શનના બીજા દિવસે અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો છે. મેગા ઓક્શનના બીજા દિવસે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ખરીદવા ટીમો વચ્ચે જંગ જામ્યો હતો. તેને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી હતી. જો કે અંતે પંજાબ કિંગ્સે આ તોફાની બેટ્સમેનને 11.50 કરોડમાં ખરીદ્યો હતો. લિયામ લિવિંગસ્ટોન અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. લિવિંગસ્ટોન અગાઉ બેન સ્ટોક્સ IPLમાં ખરીદાયેલો સૌથી મોંઘો ઈંગ્લિશ ખેલાડી છે.