શોધખોળ કરો
Advertisement
યુવરાજ પર મોટો દાવ, IPLમાં આ ટીમે યુવીને ખરીદવાનો ઇશારો કર્યો, જાણો વિગતે
કોલકત્તા નાઇટરાઇડર્સના એક ટ્વીટે યુવરાજના ભવિષ્યને લઇને અટકળો શરૂ કરી દીધી છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાં મુંબઇ તરફથી રમી ચૂકેલા સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહને આ વખતે ટીમ રિલીઝ કરી દીધો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ યુવી વિદેશોની ટી20 અને ટી10 ટૂર્નામેન્ટોમાં રમી રહ્યો છે. જોકે હવે યુવીના આઇપીએલ ભવિષ્યને લઇને અટકળો શરૂ થઇ છે.
કોલકત્તા નાઇટરાઇડર્સના એક ટ્વીટે યુવરાજના ભવિષ્યને લઇને અટકળો શરૂ કરી દીધી છે.
કોલકત્તા નાઇટરાઇડર્સે ક્રિસ લિનને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો, લિનને રિલીઝ કર્યા બાદ તેને ટી10 લીગમાં સૌથી ખતરનાક બેટિંગ કરતાં 30 બૉલમાં 91 રન ફટકાર્યા હતા. બાદમાં યુવરાજે કોલકત્તાને લિનને રિલીઝ કરવાના નિર્ણયની ટીકા કરી હતી.
હવે યુવરાજની કૉમેન્ટ પર કોલકત્તા નાઇટરાઇડર્સે ટ્વીટ કર્યુ છે, લખ્યું કે, ''યુવરાજ સિંહ અમે લિનને એટલા માટે રિલીઝ કર્યો છે, જેથી તમારા પર બોલી લગાવી શકાય.'' આ ટ્વીટ બાદ યુવીને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે. બધાને લાગે છે કે, 19 ડિસેમ્બરે કોલકત્તામાં યોજાનારી ઓક્શનમાં નાઇટરાઇડર્સ યુવરાજને પોતાની ટીમમાં સામેલ કરવાની કોશિશ કરે.
@YUVSTRONG12 we released @lynny50 so that we could bid for you! 😜 Love and respect for both of you champions! #IPL2020 #KKR #Legends #Sixhitters @KKRiders
— Venky Mysore (@VenkyMysore) November 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement