શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના આ ખેલાડીએ રચ્યો ઇતિહાસ, ટી20 ક્રિકેટમાં આવુ કરનારો દુનિયાનો પહેલો વિકેટકીપર બન્યો
કામરાન 100 સ્ટમ્પિંગ કરનારો દુનિયાનો પહેલો વિકેટકીપર બની ગયો છે. તેને મંગળવારે સેન્ટ્રલ પંજાબ અને સાઉથર્ન પંજાબની વચ્ચે રમાયેલી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી
કરાંચીઃ પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન કામરાન અકમલે ઇતિહાસ રચી દીધો છે. ખરેખરમાં, કામરાન અકમલે ટી20માં 100 સ્ટમ્પિંગ કરવાની સિદ્ધિ મેળવી છે, કામરાન 100 સ્ટમ્પિંગ કરનારો દુનિયાનો પહેલો વિકેટકીપર બની ગયો છે. આ પહેલા ક્રિકેટના આ ફોર્મેટમા કોઇપણ વિકેટકીપર આ કારનામુ નથી કરી શક્યો.
38 વર્ષીય કામરાન અકમલ નેશનલ ટી20 કપ દરમિયાન આ કારનામુ કર્યુ છે. તેને મંગળવારે સેન્ટ્રલ પંજાબ અને સાઉથર્ન પંજાબની વચ્ચે રમાયેલી મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કામરાનની આ ઉપલબ્ધિ પર તેને અભિનંદન પણ પાઠવ્યા હતા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું- ટી20 ક્રિકેટમાં 100 સ્ટમ્પિંગ કરનારો પહેલો વિકેટકીપર, અભિનંદન કામરાન અકમલ, શાનદાર ઉપલબ્ધિ.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 84 સ્ટમ્પિંગની સાથે આ રેકોર્ડ લિસ્ટમાં બીજા નંબર પર છે. વળી શ્રીલંકાનો કુમાર સાંગાકારા 60 સ્ટમ્પિંગની સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. દિનેશ કાર્તિકના ખાતામાં 59 સ્ટમ્પિંગ છે, અને તે આ લિસ્ટમાં ચોથા નંબર પર છે, જ્યારે 52 સ્ટમ્પિંગની સાથે અફઘાનિસ્તાનનો મોહમ્મદ શહબાદ આ લિસ્ટમાં પાંચમા નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement