શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના ખતરાની વચ્ચે પીટરસને ક્યાં ને કઇ રીતે IPL રમાડવી તેનો આખો પ્લાન બતાવ્યો, જાણો વિગતે
કેવિન પીટરસને એક ખાસ પ્લાન દર્શાવ્યો છે. તેમના મતે સ્થિતિ સુધરશે તો IPL 2020ને જુલાઇ અને ઓગસ્ટમાં રમાડી શકાય છે
મુંબઇઃ દેશભરમાં કોરોના વાયરસનો ખતરાને ધ્યાનમાં રાખીને હાલ બીસીસીઆઇએ આઇપીએલની નવી સિઝન 2020ને સ્થગિત કરી દીધી છે. IPL 2020ને 15 એપ્રિલ ટાળી દેવામાં આવી છે. હવે IPL 2020 રમાડવાને લઇને ઇંગ્લેન્ડના ક્રિકેટ દિગ્ગજ કેવિન પીટરસને જુલાઇ-ઓગસ્ટમાં રમાડવાનો પ્લાન બતાવ્યો છે.
એકબાજુ ક્રિકેટ ફેન્સ માની રહ્યાં છે, ત્યારે ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કેવિન પીટરસને એક ખાસ પ્લાન દર્શાવ્યો છે. તેમના મતે સ્થિતિ સુધરશે તો IPL 2020ને જુલાઇ અને ઓગસ્ટમાં રમાડી શકાય છે.
પીટરસને સ્ટાર સ્પોર્ટ્સના એક કાર્યક્રમમાં કહ્યુ કે જુલાઇ અને ઓગસ્ટમાં IPL 2020નું આયોજન કરી શકાય છે. પીટરસનના મતે IPL 2020 રમાવવી જ જોઇએ, કેમકે ક્રિકેટના દરેક ફેન્સ અને ખેલાડી આઇપીએલને રમાતી જોવા ઇચ્છે છે.
પીટરસને આખો પ્લાન બતાવતા કહ્યું આઇપીએલ રમાડવા માટે ટૂર્નામેન્ટ નાની કરવી પડશે, અને તે પણ ત્રણ સુરક્ષિત સ્ટેડિયમમાં રમાવવી જોઇએ.
મીડિયા રિપોર્ટનુ માનીએ તો આ વર્ષે જો આ ટૂર્નામેન્ટના થઇ તો આગામી વર્ષે યોજાનારી આઇપીએલનુ મેગા ઓક્શન પણ નહી થઇ શકે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion