KKR New Captain: Kolkata Knight Ridersએ શ્રેયસ ઐય્યરને બનાવ્યો કેપ્ટન, જાણો અત્યાર સુધીની IPLની સફર
કોલકાતા નાઈટ રાઈડર્સે ઇન્ડિયન પ્રિમિયર 2022 અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસને કોલકત્તાએ હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
Shreyas Iyer Kolkata Knight Riders New Captain IPL 2022: કોલકાતા નાઈટ રાઈડર્સે ઇન્ડિયન પ્રિમિયર 2022 અગાઉ ભારતીય ટીમના બેટ્સમેન શ્રેયસ ઐય્યરને કેપ્ટન બનાવ્યો છે. શ્રેયસને ફ્રેન્ચાઈઝીએ હરાજીમાં 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુજરાત ટાઇટન્સે પણ હરાજી દરમિયાન તેને ખરીદવા માટે 12 કરોડ સુધીની બોલી લગાવી હતી. પરંતુ અંતે કેકેઆરએ તેને ખરીદ્યો હતો. તે અગાઉ દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન રહી ચૂક્યો છે.
🚨 Ladies and gentlemen, boys and girls, say hello 👋 to the NEW SKIPPER of the #GalaxyOfKnights
— KolkataKnightRiders (@KKRiders) February 16, 2022
অধিনায়ক #ShreyasIyer @ShreyasIyer15 #IPL2022 #KKR #AmiKKR #Cricket pic.twitter.com/veMfzRoPp2
ટીમ ઈન્ડિયાના યુવા અને પ્રતિભાશાળી બેટ્સમેન શ્રેયસની આઈપીએલમાં અત્યાર સુધીનું કરિયર શાનદાર રહ્યું છે. ઐય્યરે ટુનામેન્ટમાં અત્યાર સુધીમાં 16 અડધી સદી ફટકારી છે. તેણે 196 ચોગ્ગા અને 88 છગ્ગા ફટકાર્યા છે. શ્રેયસે અત્યાર સુધી આઈપીએલમાં રમાયેલી 87 ઈનિંગ્સમાં 2375 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે.
KKRએ પોતાના ફેન્સને ટ્વિટર મારફતે નવા કેપ્ટનની પસંદગીની જાણકારી આપી હતી. ટીમે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે શ્રેયસ ઐય્યરને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
શ્રેયસ ઐય્યર કેકેઆર પહેલા દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તેમની કેપ્ટનશિપમાં ટીમે ઘણી મેચો પણ જીતી હતી. છેલ્લી આઈપીએલ સિઝનમાં શ્રેયસે 8 મેચમાં 175 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 47 રન હતો. ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો શ્રેયસે 26 વનડેમાં 947 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને 9 અડધી સદી ફટકારી છે. જ્યારે 32 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 580 રન બનાવ્યા છે.
IBPS SO Mains Result 2022: આઈબીપીએસ એસઓ મુખ્ય પરિણામ જાહેર થયું, આ લિંક પર જઈને કરો ચેક