IPL 2023: લખનઉ સુપર જાયન્ટ્સને લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી સીઝનની બાકી મેચમાંથી થયો બહાર
ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ જે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
KL Rahul Ruled Out IPL 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગની ફ્રેન્ચાઈઝી લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો લાગ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ જે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે તે ઈજાને કારણે આખી આઈપીએલ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
With you through thick and thin, KL. 🫶
— Lucknow Super Giants (@LucknowIPL) May 5, 2023
Full story 👇
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ફિલ્ડિંગ દરમિયાન રાહુલને ઈજા થઈ હતી. આ પછી, તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમ્યો ન હતો. રાહુલની જગ્યાએ તે મેચમાં કેપ્ટનશિપની જવાબદારી ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ સંભાળી હતી.
હવે રાહુલની ઈજાને લઈને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. ફ્રેન્ચાઈઝીએ જણાવ્યું કે રાહુલની ઈજાને સ્કેન કર્યા બાદ અને કેટલાક ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી કે તેને સર્જરી કરાવવી પડશે. અમે આ મુશ્કેલ સમયમાં રાહુલને સંપૂર્ણ સમર્થન આપીશું જેથી કરીને તે વધુ સારી રીતે સ્વસ્થ થઈ શકે. આપણે તેની ગેરહાજરી ચોક્કસ અનુભવીશું. અમે કેએલને ટૂંક સમયમાં ફરીથી મેદાન પર જોવા માંગીએ છીએ અને અમને આશા છે કે તે આમ કરવામાં સક્ષમ હશે.
રાહુલની પરેશાની બાદ તેનુ સ્કેનિંગ કરવામાં આવ્યુ હતુ. નેશનલ ક્રિકેટ એકડમીની મેડિકલ ટીમ દ્વારા તેનુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન જ મીડિયા રિપોર્ટ્સ સામે આવવા લાગ્યા હતા કે, સિઝનમાં આગળ રમવુ રાહુલ માટે મુશ્કેલ છે.
LSG captain KL Rahul likely to be ruled out of IPL 2023 with hip injury
— ANI Digital (@ani_digital) May 5, 2023
Read @ANI Story | https://t.co/uCvFqpjHlM#KLRahul #IPL2023 #Cricket #LSG #LSGvRCB pic.twitter.com/nR3mEVgYz1
લખનૌની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને છે
ગત સિઝનની જેમ આ સિઝનમાં પણ લખનૌ સુપર જાયન્ટ્સે અત્યાર સુધી શાનદાર રમત બતાવી છે. ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 10માંથી 5 મેચ જીતી છે, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હાલ ટીમ પોઈન્ટ ટેબલમાં 11 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. હવે પ્લેઓફમાં પહોંચવા માટે તેણે બાકીની 4 લીગ મેચોમાં વધુ સારી રમત બતાવવી પડશે.
આઈપીએલ 2023માંથી કેએલ રાહુલને બાકાત રાખ્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઈનલમાં તેના રમવા પર શંકા છે. ટીમ ઈન્ડિયા માટે રાહુલનું આ રીતે બહાર થવું એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.