(Source: ECI/ABP News/ABP Majha)
આફ્રિકાના ડી કોકે પાકિસ્તાનના ફખર ઝમાનને ઉલ્લુ બનાવીને કર્યો રનઆઉટ, જાણો કેમ સર્જાયો છે વિવાદ ?
પાકિસ્તાને એકસમયે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ફકર ઝમાને શાનદાર ઇનિંગ્સ રમતાં 155 બોલમાં 18 ફોર અને 10 સિક્સની મદદથી 193 રન બનાવ્યા. ઝમાન ટીમને જીતાડી ન શક્યો એ અલગ વાત છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી વન ડેમાં પાકિસ્તાનનો 17 રને પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 6 વિકેટે 341 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 50 ઓવરમાં 9 વિકેટે 324 રન જ કરી શક્યું. પાકિસ્તાને એકસમયે 120 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ફકર ઝમાને શાનદાર ઇનિંગ્સ રમતાં 155 બોલમાં 18 ફોર અને 10 સિક્સની મદદથી 193 રન બનાવ્યા. ઝમાન ટીમને જીતાડી ન શક્યો એ અલગ વાત છે.
પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે દરમિયાન ફેક ફિલ્ડિંગનો વિવાદ સામે આવ્યો છે. સાઉથ આફ્રિકાના વિકેટકીપર કવિન્ટન ડી કોકે પાકિસ્તાની બેટ્સમેન ફકર ઝમાનને આઉટ કરવા તેનું ધ્યાન વિચલિત કર્યું હતું, તેની ક્રિકેટ પંડિત અને ફેન્સ સોશિયલ મીડિયા પર ભારે ટીકા કરી રહ્યા છે.
રનચેઝની અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે એક ઓવરમાં 31 રનની જરૂર હતી. ત્યારે લૂંગી ગિડીએ નાખેલા 50મી ઓવરના પ્રથમ બોલને ફકર ઝમાને લોન્ગ-ઓન પર માર્યો. તે બીજો રન લેવા માટે દોડ્યો. સાઉથ આફ્રિકાના વિકેટકીપર કવિન્ટન ડી કોકે રનઆઉટ માટેની તક ઊભી કરવા નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઈશારો કર્યો, જેનાથી ઝમાનને લાગ્યું કે થ્રો તેની તરફ નથી આવી રહ્યો. તેણે પાછળ ફરીને જોયું પણ ખરી. જોકે, થ્રો તેની તરફ (સ્ટ્રાઈકર એન્ડ) પર જ આવી રહ્યો હતો. તે રનઆઉટ થઈ ગયો. ડી કોકે ઝમાનને આઉટ કરવા જે ટ્રીક કરી તેની સામે મેચમાં અમ્પાયર્સે વાંધો ઉઠાવ્યો નહોતો