શોધખોળ કરો
Advertisement
અનુષ્કા-વિરાટની દીકરીની આ છે તસવીર ? જાણો વાયરલ થઈ રહેલી તસવીરનું શું છે સત્ય ?
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોમવારે માતા-પિતા બન્યા હતા.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સોમવારે માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ દિકરીને જન્મ આપ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વિરાટ-અનુષ્કા પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવ્યો હતો.
વિરાટ અનુષ્કાએ તેમની દીકરીનું નામન અનવી (Anvi) રાખ્યું છે. જે અનુષ્કા અને વિરાટના નામથી મળીને બન્યું છે. અનવી હિન્દુ ધર્મનું નામ છે અને ખૂબ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી પણ આ નામથી ઓળખવામાં આવે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેમની દીકરીની તસવીર વાયરલ થઈ છે.
કેચી ન્યૂઝ વર્લ્ડ નામની વેબસાઈટ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એક બાળકીના પેરેન્ટ બન્યાં. વેબસાઈટમાં આ ફોટો 11 જાન્યુઆરીએ પબ્લિશ થયો હતો. જોકે અનુષ્કા અને વિરાટ બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત પરિવારજનો સોશિયલ મીડિયા એમ ક્યાંય પણ એવી કોઈ સત્તાવાર તસવીર જોવા મળી નહોતી.
સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો ફેક છે. અનુષ્કા અને વિરાટે પોતાની બાળકીની એક પણ તસવીર શેર કરી નથી. જોકે ગઈકાલે વિરાટ કોહલીના ભાઈએ vK0681 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તસવીરમાં શેર કરીને લખ્યું, “Happiness overboard... angel in the house,” આ તસવીરમાં માત્ર બાળકીના પગ જ બતાવાયા છે, ચહેરો બતાવાયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement