IND Vs ENG: બુમરાહની એન્ટ્રી થતા ધર્મશાલા ટેસ્ટમાં કોનું પત્તું કપાશે આકાશ કે કુલદીપ? પ્લેઈંગ ઈલેવનને લઈને રોહિત શર્માનું ટેન્શન વધ્યું
IND Vs ENG: ધર્મશાલા ટેસ્ટ માટે ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમ ઈન્ડિયા નવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જસપ્રીત બુમરાહનું પ્લેઈંગ 11માં રમવું નિશ્ચિત છે.
IND Vs ENG: ધર્મશાલા ટેસ્ટ માટે ટીમમાં જસપ્રીત બુમરાહની વાપસીથી ટીમ ઈન્ડિયા નવી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. જસપ્રીત બુમરાહનું પ્લેઈંગ 11માં રમવું નિશ્ચિત છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ 11માંથી કુલદીપ યાદવ અને આકાશદીપમાંથી કોઈ એકને બહાર કરવો પડશે. આ બંને ખેલાડીઓ રાંચી ટેસ્ટમાં ભારતની જીતના હીરો સાબિત થયા છે, તેથી કેપ્ટન રોહિત શર્મા માટે આ નિર્ણય લેવો આસાન નથી. જો કે ધર્મશાલાની પીચને જોતા ટીમ ઈન્ડિયા ત્રણ ફાસ્ટ બોલરો સાથે પણ મેદાનમાં ઉતરી શકે છે.
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5th @IDFCFIRSTBank Test against England in Dharamsala announced.
Details 🔽 #INDvENG https://t.co/SO0RXjS2dK— BCCI (@BCCI) February 29, 2024
જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો
જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આ મેચમાં જસપ્રિત બુમરાહના સ્થાને આકાશદીપને ડેબ્યૂ કરવાની તક મળી હતી. રાંચીની નિર્જીવ પીચ પર, આકાશદીપે ઈંગ્લેન્ડની પ્રથમ ત્રણ વિકેટ લઈને અને મુલાકાતી ટીમને બેકફૂટ પર ધકેલીને કમાલ કરી બતાવી હતી. કુલદીપ યાદવે બીજી ઇનિંગમાં પણ આ જ કારનામું કર્યું હતું. કુલદીપ યાદવ માત્ર 22 રનમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પરિણામ એ આવ્યું કે ભારતે રાંચી ટેસ્ટ જીતીને શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી.
7 માર્ચથી ધર્મશાલા ટેસ્ટ રમાશે
આર અશ્વિન રાંચીમાં તેની 100મી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યો છે. બોલ ઉપરાંત રવીન્દ્ર જાડેજા બેટથી પણ મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ટીમ મેનેજમેન્ટ આ બેમાંથી એક પણ ખેલાડીને પડતો મુકવાનું જોખમ લેશે નહીં. ટીમ ઈન્ડિયા કુલદીપ યાદવને પડતો મૂકે તેવી પ્રબળ સંભાવના છે. બુમરાહ, સિરાજ અને આકાશદીપ ફાસ્ટ બોલિંગ આક્રમણની કમાન સંભાળતા જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડે આ સિરીઝની શરૂઆત જોરદાર રીતે કરી હતી. ઈંગ્લેન્ડ શ્રેણીની પ્રથમ મેચ જીતવામાં સફળ રહ્યું હતું. પરંતુ ભારતે પછીની ત્રણ ટેસ્ટ જીતીને શ્રેણી જીતી લીધી. હાલમાં ટીમ ઈન્ડિયા 3-1થી આગળ છે. 7મી માર્ચથી ધર્મશાલા ટેસ્ટ મેચ રમાવાની છે.
ધર્મશાલા ટેસ્ટ માટેની ટીમ આ પ્રમાણે છે
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, કેએસ ભરત, દેવદત્ત પડિકલ, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ.