Lata Mangeshkar Passes Away: 1983ની વર્લ્ડકપ વિજેતા ટીમને આપવા BCCI પાસે નહોતા રૂપિયા, લતા દીદીએ કોન્સર્ટ કરીને એકત્ર કર્યા હતા 20 લાખ
Lata Mangeshkar Death: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે હોસ્પિટલ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટ્વિટર પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Lata Mangeshkar Passes Away: સ્વર કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકરનું આજે નિધન થયું છે. ગત મહિને કોરોના અને ન્યૂમોનિયા થયા બાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતાજીના નિધન બાદ દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે હોસ્પિટલ જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ટ્વિટર પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય ઘણા પૂર્વ-વર્તમાન ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે.
લતા મંગેશકરને ક્રિકેટ પ્રત્યે હતો ઘણો પ્રેમ
અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પ્રથમ વન ડેમાં પણ ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી છે અને બીસીસીઆઈએ પણ લતા મંગેશકરને લઈ એક વીડિયો શેર કર્યો છે. લતા મંગેશકરને ક્રિકેટ પ્રત્યે ઘણો લગાવ હતો. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે એવું યોગદાન આપ્યું છે, જેને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
બોર્ડે લતા મંગેશકર પાસે મદદ માંગી હતી
આજે બીસીસીઆઈ સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે અને તે પોતાના ક્રિકેટરો પર પૈસાનો વરસાદ કરે છે, પરંતુ એક સમય હતો જ્યારે બોર્ડ પાસે કંઈ જ નહોતું. 1983નો વર્લ્ડ કપ જીતનારી ટીમને પણ ઈનામ આપવાની સ્થિતિ નહોતી. આવી સ્થિતિમાં લતા મંગેશકર આગળ આવ્યા. ટીમ ઈન્ડિયાએ 1983માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે એનકેપી સાલ્વે બીસીસીઆઈના અધ્યક્ષ હતા. તે ટાઈટલ જીતનાર ટીમના ખેલાડીઓને ઈનામ આપવા માંગતા હતો, પરંતુ પૈસાની તંગીને કારણે તે તેમ કરી શક્યા નહોતા.
પૈસા લીધા વગર કર્યો કોન્સર્ટ, 20 લાખ રૂપિયા ભેગા કર્યા
આવી સ્થિતિમાં સાલ્વેએ લતા મંગેશકરને મદદ માટે અપીલ કરી હતી. લતા મંગેશકર આ ખાસ પ્રસંગે ટીમને મદદ કરવા સંમત થયા હતા. તેણે દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કોન્સર્ટ કર્યો હતો. આ કોન્સર્ટમાંથી 20 લાખ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા અને આ પૈસામાંથી તત્કાલિન ભારતીય ટીમના તમામ સભ્યોને ઈનામ તરીકે 1-1 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તમને નવાઈ લાગશે કે લતા મંગેશકરે આ કોન્સર્ટ માટે એક રૂપિયો પણ લીધો ન હતો.
ક્રિકેટ મેચોમાં પણ રસ હતો
લતા મંગેશકરને પણ ભારતીય ટીમની મેચોમાં રસ હતો. તે મોટી મેચો જીત્યા બાદ પ્રતિક્રિયા આપતા હતા. એટલું જ નહીં સચિન તેંડુલકર સાથે પણ તેના સંબંધો ઘણા સારા હતા. સચિન તેની સાથે તેની માતા જેવો વ્યવહાર કરતો હતો. લતા મંગેશકરે ઘણી વખત કહ્યું હતું કે સચિન તેંડુલકરને ભારત રત્ન આપવામાં આવશે. સચિન તેંડુલકરે પણ ઘણી વખત જાહેરમાં લતાજી પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો હતો.
#TeamIndia members observe a minute silence before start of play to pay their respects to Bharat Ratna Sushri Lata Mangeshkar ji.#RIPLataJi pic.twitter.com/YfP02zyiuA
— BCCI (@BCCI) February 6, 2022