Legends League Cricket: આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે રમાનારી સ્પેશ્યલ મેચમાં ગાંગુલી ફી નહી લે, જાણો સંપુર્ણ આયોજન
ભારતના સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એક સ્પેશ્યલ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લીજેંડ્સ લીગ ક્રિકેટે એલાન કર્યું છે કે, 16 સપ્ટેમ્બરના દિવસે આ ખાસ મેચ રમાશે.
India Maharajas vs World's Giants 2022: ભારતના સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એક સ્પેશ્યલ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લીજેંડ્સ લીગ ક્રિકેટે (Legends League Cricket) એલાન કર્યું છે કે, ટૂર્નામેન્ટ શરુ થાય તેના એક દિવસ પહેલાં 16 સપ્ટેમ્બરના દિવસે આ ખાસ મેચ રમાશે. સૌરવ ગાંગુલી પણ આ ટૂર્નામેન્ટમાં રમવાનો છે. આ લીગના CEO રમન રહેજાએ (Raman Raheja) કહ્યું કે, સૌરવ ગાંગુલી લીજેંડ્સ લીગ ક્રિકેટમાં રમવા માટેની ફીના રુપિયા નહી લે.
કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે આ મેચઃ
ઉલ્લેખનીય છે કે, 16 સપ્ટેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઈન્ડિયા મહારાજા અને વર્લ્ડ જોઈન્ટ્સ (India Maharajas vs World's Giants) વચ્ચે આ મેચ રમાનાર છે. સૌરવ ગાંગુલી આ મેચમાં ઈન્ડિયા મહારાજાની કપ્તાની કરશે. જ્યારે ઈયોન મોર્ગન વર્લ્ડ જોઈન્ટ્સ ટીમની કમાન સંભાળશે. છેલ્લા દિવસોમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, તે આ લીગમાં ભાગ નહી લે. જો કે હવે નક્કી થઈ ગયું છે કે, ગાંગુલી આ લીગમાં રમશે.
આ મેચ સ્વતંત્રતાના 75 વર્ષને સમર્પિતઃ જય શાહ
લીજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) વિશે BCCIના સચિવ જય શાહે (Jay Shah) કહ્યું કે, આ મેચ સ્વતંત્રતાના 75 વર્ષને સમર્પિત છે. તેમણે કહ્યું કે, અમે ઘણી મહત્વની યોજનાઓ પર કામ કરી રહ્યા છીએ. અમે આ મેચને ચેરિટી મેચ નહી કહીએ. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં એક્ટિવ ફોરમ ફોર જસ્ટિસ નામના એક ગ્રુપમાં BCCI સચિવ જય શાહને કેટલાક પ્રશ્ન પુછ્યા હતા જેમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના રમવા અંગે પ્રશ્ન પુછવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ