શોધખોળ કરો

LLC 2024: ક્રિકેટના મેદાનમાં ફરી વાપસી કરશે કોહલીનો ખાસ મિત્ર એબી ડી વિલિયર્સ, 360 ડિગ્રી પ્લેયરના ફેન્સમાં ઉત્સાહનો માહોલ

Cricket News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલા અનુભવી ખેલાડીઓ એબી ડી વિલિયર્સ, કિરોન પોલાર્ડ, સ્ટુઅર્ટ બ્રોડ અને ડ્વેન બ્રાવો ફરી એકવાર એક્શનમાં જોવા મળશે.

LLC 2024: ક્રિકેટ ચાહકો માટે એક મોટું અપડેટ બહાર આવ્યું છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર ખેલાડીઓ એબી ડી વિલિયર્સ, કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, ડેવિડ મલાન અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા દિગ્ગજ ફરી એકવાર એક્શનમાં જોવા મળી શકે છે. વાસ્તવમાં, આ તમામ ખેલાડીઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટની આગામી સીઝનનો ભાગ બની શકે છે. તમને જણાવી દઈએ કે ડી વિલિયર્સ આરસીબી તરફથી રમી ચૂક્યો છે અને તે વિરાટ કોહલીનો ખાસ મિત્ર પણ છે. ડી વિલિયર્સના ભારતમાં પણ કરોડો ચાહકો છે.

આ વખતે ભારત સિવાય આ લીગ કતારમાં પણ રમાશે

એબી ડી વિલિયર્સ, કિરોન પોલાર્ડ, ડ્વેન બ્રાવો, ડેવિડ મલાન અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા તાજેતરમાં નિવૃત્ત થયેલા દિગ્ગજો આ વર્ષે સપ્ટેમ્બરમાં રમાનારી લિજેન્ડ્સ લીગની પાંચમી સિઝનમાં રમતા જોઈ શકાય છે. આ વખતે ભારત સિવાય આ લીગ કતારમાં પણ રમાશે. વાસ્તવમાં કેટલીક મેચ ભારતમાં રમાશે જ્યારે કેટલીક મેચ કતારમાં રમાશે.

લિજેન્ડ્સ લીગની છેલ્લી સીઝનમાં 9 દેશોના 120 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો

લિજેન્ડ્સ લીગની પાંચમી સિઝન માટે ખેલાડીઓની નોંધણીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, આ વખતે વિશ્વભરમાંથી હજારો ખેલાડીઓ આ લીગ માટે નોંધણી કરાવી શકે છે. મતલબ કે આ વખતે આ લીગમાં ઘણા નવા ચહેરા રમતા જોવા મળી શકે છે. લિજેન્ડ્સ લીગની છેલ્લી સીઝનમાં 9 દેશોના 120 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્લેયર ડ્રાફ્ટ માટે નોંધણી વિન્ડો લાઇવ થવા સાથે, લીગ હવે વધુ ખેલાડીઓની ભાગીદારી માટે ખુલ્લી છે.

સુરેશ રૈના અને ઈરફાન પઠાણ જેવા ખેલાડીઓ પણ રમતા જોવા મળશે

લિજેન્ડ્સ લીગ ક્રિકેટના સહ-સ્થાપક રમણ રહેજાએ જણાવ્યું હતું કે સુરેશ રૈના, ઈરફાન પઠાણ અને એરોન ફિન્ચ જેવા સ્ટાર્સ સાથે આ ટુર્નામેન્ટ ચોક્કસપણે ઘણું ધ્યાન આકર્ષિત કરી રહી છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું, અમે અમારા પ્રશંસકો માટે લીગમાં ઘણા વધુ શ્રેષ્ઠ ખેલાડીઓ ઉમેરવાની તૈયારી કરી રહ્યા છીએ. એરોન ફિન્ચ અને સુરેશ રૈના જેવા ટોચના ખેલાડીઓએ નિવૃત્તિ પછી અમારી સાથે તેમની પ્રથમ શ્રેણી રમી. વિશ્વભરમાંથી વધતી ભાગીદારી અને સ્ટાર ખેલાડીઓની લાઈનઅપ સાથે આ ટૂર્નામેન્ટ મોટી અને સારી બની રહી છે, જેમાં ટીમો ભારત અને કતારના શહેરોમાં રમી રહી છે, જે અમારા પ્રશંસકોને તેમના મનપસંદ સ્ટાર્સને લાઇવ જોવાની અને તેમના શહેરોમાં વર્લ્ડ-ક્લાસ ક્રિકેટનો અનુભવ કરવાની તક આપે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam: કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક મહત્વની માહિતી ક્રાઈમબ્રાંચને હાથ લાગીWeather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
Embed widget