Marriage: ભારતનો આ સ્ટાર ક્રિકેટર એક્ટ્રેસ સાથે કરવા જઇ રહ્યો છે લગ્ન, BCCI પાસે માંગ્યો બ્રેક
ઇનસાઇટ સ્પોર્ટ્સમાં છપાયેલા એક લેખ અનુસાર, કેએલ રાહુલે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પરથી કોઇ ઇજાના કારણે નહીં પરંતુ કોઇ પર્સનલ કારણોસર બ્રેક લીધો છો
KL Rahul Athiya Shetty Marriage: ભારતીય ટીમના સ્ટાર ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) આજકાલ પોતાના લગ્નની ચર્ચાને લઇને લાઇમલાઇટમાં છે. કેએલ રાહુલ પોતાની ગર્લફ્રેન્ડ બૉલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી (Athiya Shetty) સાથે જલદી લગ્નના બંધનમાં બંધાઇ જશો, બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. તાજેતરમાં જ આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ પણ બન્નેના લગ્નને લઇને ખુલાસો કરતા કહ્યું હતુ કે જલદી તારીખોની જાહેરાત કરવામાં આવશે.
ઇનસાઇટ સ્પોર્ટ્સમાં છપાયેલા એક લેખ અનુસાર, કેએલ રાહુલે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પરથી કોઇ ઇજાના કારણે નહીં પરંતુ કોઇ પર્સનલ કારણોસર બ્રેક લીધો છો. એવામાં કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે, રાહુલે પોતાના લગ્નની તૈયારીઓના કારણે આ બ્રેક માંગ્યો હતો. એક ન્યૂઝ વેબસાઇટે બીસીસીઆઇના સુત્રના હવાલાથી લખ્યુ- કેએલ રાહુલે કેટલાક પર્સનલ કારણોસર બ્રેક માંગ્યો છે, આ કારણ છે કે તે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ગેરહાજર રહ્યો હતો, તેને કોઇ ઇજા નથી, તેને કેટલાક પારિવારિક કામ છે, મને નથી ખબર કે તે લગ્ન કરી રહ્યો છે કે નહીં, પરંતુ હા તેને કોઇ પારિવારિક કામના કારણે બ્રેક લીધો હતો.
જાન્યુઆરીમાં થઇ શકે છે લગ્ન -
ભારતીય ટીમ જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ઘરેલુ સીરીઝ રમશે, બીસીસીઆઇએ હજુ સુધી આ સીરીઝનું શિડ્યૂલ જાહેર નથી કર્યુ, કહેવાઇ રહ્યું છે કે કેએલ રાહુલ આ સીરીઝને પોતાના લગ્નના કારણે મિસ કરી શકે છે. આ સીરીઝ જાન્યુઆરી પહેલા કે બીજા અઠવાડિયામાં રમાશે, આની વચ્ચે કેએલ રાહુલ પણ લગ્ન કરી શકે છે.
KL Rahul in Wedding: આથિયા સાથે લગ્ન પહેલા કેએલ રાહુલ પહોંચ્યો મંદિર, જલદી લેશે સાત ફેરા, વીડિયો વાયરલ
KL Rahul and Athiya Wedding: ટીમ ઈન્ડિયાના ઓપનર અને વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે ભારતીય ટીમનો સ્ટાર ઓપનર રાહુલ બુધવારે મેંગ્લોરના પ્રખ્યાત સુબ્રહ્મણ્ય મંદિરમાં પૂજા કરવા પહોંચ્યો હતો. રાહુલની સાથે તેના મિત્રો પણ મંદિરમાં જોવા મળ્યા હતા. જોકે, તેની ભાવિ પત્ની આથિયા રાહુલ સાથે જોવા મળી ન હતી. જાન્યુઆરી 2023માં રાહુલ અને અથિયા સાત ફેરા લેશે.
કેએલ રાહુલે મંદિરમાં પૂજા કરી હતી
ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ જાન્યુઆરી 2023માં બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના આ લગ્ન બોલિવૂડ એક્ટર અને અથિયાના પિતા સુનીલ શેટ્ટીની ખંડાલ મેન્શનમાં થશે. તેના લગ્ન પહેલા રાહુલ મેંગલોરના સુબ્રહ્મણ્ય મંદિર પહોંચ્યો હતો. રાહુલ મંદિરમાં પૂજા કરતા હોવાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ಸುಬ್ರಹ್ಮಣ್ಯ (ದಕ್ಷಿಣ ಕನ್ನಡ): ಕ್ರಿಕೆಟಿಗ ಕೆ ಎಲ್ ರಾಹುಲ್ ಕುಕ್ಕೆ ಸುಬ್ರಮಣ್ಯ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬುಧವಾರ ಭೇಟಿ ನೀಡಿ ದೇವರ ದರ್ಶನ ಪಡೆದರು.#klrahul #kukkesubramanya pic.twitter.com/yEeP4gLs6X
— Prajavani (@prajavani) November 23, 2022
લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે
ભારતીય ટીમના વર્તમાન વાઇસ કેપ્ટન કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ ઘણી જગ્યાએ એકસાથે પણ જોવા મળ્યા છે. હવે આ કપલના લગ્ન જાન્યુઆરી 2023માં થવાના છે. રાહુલ અને આથિયાના લગ્ન સુનીલ શેટ્ટીની ખંડાલા મેન્શનમાં થશે.