(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS: હાર્દિક પંડ્યાએ મુંબઇ વનડે માટે ટૉસ પહેલા સ્ટીવ સ્મિથને ગિફ્ટ કર્યો છોડ, વીડિયોમાં જુઓ શું છે કારણ
ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, અને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે.
India vs Australia 1st ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ આજે રમાઇ રહી છે, આજે ભારત અને ઓસ્ટ્રેલિયા મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં આમને સામને છે. આ મેચમાં રોહિત શર્માની જગ્યાએ ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથોમાં છે. આજની મેચ હાર્દિક પંડ્યા માટે ખાસ છે, કેમ કે આજની મેચથી હાર્દિક વનડે મેચોમાં કેપ્ટનશીપની શરૂઆત કરી રહ્યો છે, આજે કેપ્ટન તરીકે તેને પ્રથમ વનડે મેચ છે.
ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે, અને ઓસ્ટ્રેલિયન ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ છે. હાર્દિક જ્યારે ટૉસ માટે મેદાન પર આવ્યો તો તેને આ બધાની વચ્ચે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને એક છોડ ગિફ્ટ કર્યો હતો. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
હાર્દિકે ગિફ્ટ કર્યો છોડ -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ વનડે માટે જ્યારે હાર્દિક પંડ્યા ટૉસ માટે મેદાનમાં આવ્યો તો, તેને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથને છોડ ગિફ્ટ કર્યો હતો. આ દરમિયાન રવિ શાસ્ત્રી અને મેચ રેફરી જવાગલ શ્રીનાથ હાજર હતા. ટૉસ પહેલા રવિ શાસ્ત્રીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી માસ્ટરકાર્ડ ટ્રૉફીનું મહત્વ બતાવ્યુ હતુ. પછી તેને હાર્દિકને સ્મિથને છોડ ગિફ્ટ કરવા કહ્યું. બીસીસીઆઇએ આ વીડિયોને પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અત્યાર સુધી હજારો લોકો લાઇક્સ અને શેર કરી ચૂક્યા છે.
🚨 Toss Update - with a special initiative 🚨@hardikpandya7 - making his ODI captaincy debut - has won the toss & #TeamIndia have elected to bowl against Australia.
— BCCI (@BCCI) March 17, 2023
Follow the match ▶️ https://t.co/BAvv2E8K6h #INDvAUS | @mastercardindia pic.twitter.com/WdqLVKEuv7
Edged and taken!@hardikpandya7 strikes and how good was that grab behind the stumps from @klrahul 💪
— BCCI (@BCCI) March 17, 2023
Steve Smith departs.
Watch his dismissal here 👇👇#INDvAUS @mastercardindia pic.twitter.com/yss3sj4N4z
Chopped 🔛! @mdsirajofficial dismisses Travis Head to give #TeamIndia their first breakthrough... 👏 👏
— BCCI (@BCCI) March 17, 2023
... and that leap as he celebrates that wicket 👌 👌
Follow the match ▶️ https://t.co/BAvv2E8K6h #INDvAUS | @mastercardindia pic.twitter.com/u72fOWGUy8
Preps ✅
— BCCI (@BCCI) March 17, 2023
3⃣, 2⃣, 1⃣ & Let's GO 👏 👏
Follow the match ▶️ https://t.co/BAvv2E8K6h #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/A7FkYXUz9U