મેટ હેનરીની ઐતિહાસિક સિદ્ધિ: એક જ મેચમાં 3 અદ્ભુત રેકોર્ડ બનાવ્યા
દુબઈમાં ભારત સામે પાંચ વિકેટ લઈને મેટ હેનરીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યા ત્રણ મોટા રેકોર્ડ.
દુબઈ: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ દુબઈમાં ભારત સામેની મેચમાં અદ્ભુત બોલિંગ કરીને ત્રણ મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના લીગ તબક્કાની 12મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ મેચમાં મેટ હેનરીએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.
તે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની મેચમાં પાંચ વિકેટ લેનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ બોલર બની ગયો છે. એટલું જ નહીં, તે ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર આખી દુનિયાનો પહેલો બોલર બની ગયો છે.
આ મેચમાં તેણે કુલ આઠ ઓવર નાંખી હતી. દરમિયાન, તેણે 5.25ની ઇકોનોમીમાં 42 રન ખર્ચીને પાંચ વિકેટ લેવામાં સફળ રહ્યો. મેચ દરમિયાન શુભમન ગિલ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી તેનો શિકાર બન્યા હતા.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે શ્રેષ્ઠ બોલિંગ કરનાર બોલરો
રેન્ક |
બોલર |
ટીમ |
રન |
સ્થળ |
વર્ષ |
1 |
મેટ હેનરી |
ન્યુઝીલેન્ડ |
5/42 |
દુબઈ |
2025 |
2 |
નાવેદ ઉલ હસન |
પાકિસ્તાન |
4/25 |
બર્મિંગહામ |
2004 |
3 |
શોએબ અખ્તર |
પાકિસ્તાન |
4/36 |
બર્મિંગહામ |
2004 |
4 |
ડગ્લાસ હોન્ડા |
ઝિમ્બાબ્વે |
4/62 |
કોલંબો |
2002 |
આ સિવાય મેટ હેનરી દુબઈમાં શાનદાર બોલિંગ કરીને ભૂતપૂર્વ ક્રિકેટર જેકબ ઓરમ અને શેન ઓ'કોનોરની વિશિષ્ટ ક્લબમાં પણ સામેલ થઈ ગયો છે. હેનરી પહેલાં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કિવી ટીમ માટે માત્ર જેકબ ઓરમ અને શેન ઓ'કોનરે પાંચ વિકેટ લીધી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ માટે શ્રેષ્ઠ બોલિંગ ખેલાડી
રેન્ક |
બોલર |
વિરોધી ટીમ |
સ્થળ |
વર્ષ |
1 |
જેકબ ઓરમ |
યુએસએ |
ધ ઓવલ |
2004 |
2 |
મેટ હેનરી |
ભારત |
દુબઈ |
2025 |
3 |
શેન ઓ'કોનોર |
પાકિસ્તાન |
નૈરોબી |
2000 |
ઉપરાંત, મેટ હેનરી ICC ODI ઇવેન્ટમાં ભારત સામે સારી બોલિંગ કરનાર ત્રીજો બોલર બન્યો છે. આ યાદીમાં કેન મેકલે પ્રથમ સ્થાને છે. જેમણે 1983માં નોટિંગહામમાં ભારત સામે 39 રન આપીને છ વિકેટ લીધી હતી.
હેનરી ICC ODI ઇવેન્ટમાં ભારત સામે સારી બોલિંગ કરનાર ટોપ 5 બોલરો
રેન્ક |
બોલર |
ટીમ |
રન |
સ્થળ |
વર્ષ |
1 |
કેન મેકલે |
ઓસ્ટ્રેલિયા |
6/39 |
નોટિંગહામ |
1983 |
2 |
ડેમિયન ફ્લેમિંગ |
ઓસ્ટ્રેલિયા |
5/36 |
મુંબઈ |
1996 |
3 |
મેટ હેનરી |
ન્યુઝીલેન્ડ |
5/42 |
દુબઈ |
2025 |
4 |
વહાબ રિયાઝ |
પાકિસ્તાન |
5/46 |
મોહાલી |
2011 |
5 |
ટિમ બ્રેસનન |
ઇંગ્લેન્ડ |
5/48 |
બેંગલુરુ |
2011 |
આ પણ વાંચો....

