શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Mithali Raj Retirement: મિતાલીના નામે નોંધાયેલા છે અનેક મોટા રેકોર્ડ્સ, સચિન કરતા પણ લાંબી છે કારર્કિદી

ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 1999માં વનડેમાં ડેબ્યૂ કરનાર મિતાલીએ આજે ​​તેની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધી

Mithali Raj record: ભારતીય મહિલા ક્રિકેટની દિગ્ગજ મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 1999માં વનડેમાં ડેબ્યૂ કરનાર મિતાલીએ આજે ​​તેની 23 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધી. મિતાલીએ 23 વર્ષની કારકિર્દીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા ક્રિકેટર છે. તેની ODI કારકિર્દી સચિન તેંડુલકર કરતા લાંબી હતી.

ઘણા પુરસ્કારો અને સન્માનો પ્રાપ્ત કર્યા

મિતાલીએ 1999માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમી હતી. તેણે આ વર્ષે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે તેની છેલ્લી મેચ રમી હતી. તેણીના શાનદાર પ્રદર્શનના કારણે  તેણીને 2003 માં અર્જુન એવોર્ડ, 2017 માં વિઝડન લીડિંગ મહિલા ક્રિકેટર ઇન વર્લ્ડ એવોર્ડ, 2015 માં પદ્મ શ્રી અને 2021 માં ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મિતાલીના રાજના રેકોર્ડ

મિતાલી રાજ ભારત માટે વનડે અને ટી-20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. છ વન-ડે વર્લ્ડ કપ રમનારી તે એકમાત્ર મહિલા ખેલાડી છે. તે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 મેચોમાં કેપ્ટનશિપ કરનારી મહિલા ખેલાડી છે. તેણે તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાની બેલિન્ડા ક્લાર્ક (23 મેચ)ને પાછળ છોડી દીધી હતી. 2017 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં તેણે સતત 7 અડધી સદી ફટકારી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા ક્રિકેટર છે.

વર્લ્ડ કપમાં 1000 થી વધુ રન

મિતાલી એક ટીમ માટે સતત સૌથી વધુ મહિલા વનડે (109 મેચ) રમનારી ખેલાડી છે. તેણે વર્લ્ડ કપમાં 1000થી વધુ રન બનાવ્યા છે. આવું કરનાર મિતાલી પ્રથમ ભારતીય અને પાંચમી મહિલા ક્રિકેટર છે. T20 ઈન્ટરનેશનલ મેચોમાં 2000 રન બનાવનાર તે એકમાત્ર ભારતીય મહિલા ક્રિકેટર છે. આ સિવાય તે 20 વર્ષથી વધુ સમય સુધી રમનાર એકમાત્ર ક્રિકેટર છે.

ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી

મિતાલી રાજે પોતાની કારકિર્દીમાં 232 વનડે રમી છે. 200 વનડે રમનારી તે એકમાત્ર મહિલા ખેલાડી છે. મિતાલીનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર 214 રન છે. તેણે આ ઈનિંગ વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં બેવડી સદી ફટકારનારી તે એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી

મિતાલી રાજે ભારત માટે 12 ટેસ્ટ, 232 ODI અને 89 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે વનડેમાં 50.68ની સરેરાશથી 7805 રન, ટી20 ઈન્ટરનેશનલમાં 37.52ની સરેરાશથી 2364 રન અને ટેસ્ટમાં 699 રન ફટકાર્યા છે. મિતાલી લાંબા સમય સુધી ભારતની કેપ્ટન પણ રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ
Embed widget