શોધખોળ કરો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ વનડેમાંથી નિવૃત્તિ લેશે આ દિગ્ગજ ક્રિકેટર

ICC Champions Trophy 2025: પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે સમગ્ર સ્થળ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ICC Champions Trophy 2025: પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ માટે સમગ્ર સ્થળ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના દિગ્ગજ ખેલાડીએ મોટો નિર્ણય લીધો છે. મોહમ્મદ નબી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. આ મજબૂત ઓલરાઉન્ડર છેલ્લા 15 વર્ષથી ODI ફોર્મેટમાં પોતાના દેશ માટે રમી રહ્યો છે, હવે તેણે નક્કી કર્યું છે કે તે આવતા વર્ષે તેની ODI કરિયરને અલવિદા કહી દેશે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું નિવેદન
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)ના ચીફ એક્ઝિક્યુટિવ નસીબ ખાને ખુલાસો કર્યો છે કે નબીએ તેમને નિર્ણય વિશે જાણ કરી હતી અને તેણે તેનો સ્વીકાર કર્યો હતો. નબી અફઘાનિસ્તાન માટે T20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને 2019માં સૌથી લાંબા ફોર્મેટ, ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી 2026 T20 વર્લ્ડ કપને પણ લક્ષ્ય બનાવી શકે છે.

નસીબે ક્રિકબઝને કહ્યું, હા, નબી ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODIમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે અને તેણે બોર્ડને પોતાની ઈચ્છા જણાવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી, મને લાગે છે કે તે તેની T20 કારકિર્દી ચાલુ રાખે તેવી અપેક્ષા છે અને તે અત્યાર સુધીની આ જ યોજના છે.

આ ઓલરાઉન્ડરના નામે સૌથી વધુ ટીમો સામે જીત મેળવવાનો રેકોર્ડ પણ છે. તેણે અફઘાનિસ્તાન માટે 45 મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં તેણે બાંગ્લાદેશ સામેની વનડે મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં નબીએ અફઘાનિસ્તાન તરફથી 79 બોલમાં સૌથી વધુ 84 રનની ઇનિંગ રમી હતી.

નબીની વનડે કરિયર આવી રહી
મોહમ્મદ નબીએ અફઘાનિસ્તાન માટે 165 વનડે મેચ રમી છે. જ્યારે બેટિંગમાં તેણે 3537 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 17 અડધી સદી ફટકારી હતી. આ સિવાય બોલિંગ દરમિયાન નબીએ 171 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે, મોહમ્મદ નબીએ ઘણા અવસરે પોતાની ટીમને જીત અપાવી છે. નબી એક ધાંસુ ઓલ રાઉન્ડર છે. તે વિવિધ ટી20 લીગમાં પણ રમે છે.

આ પણ વાંચો...

IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Tim southee: 1124 વિકેટ લેનારા દિગ્ગજ બોલરે જાહેર કરી નિવૃતિ, ઇગ્લેન્ડ સામે રમશે અંતિમ ટેસ્ટ

Embed widget