શોધખોળ કરો
Advertisement
ખરાબ સમયને યાદ કરીને શમી રડી પડ્યો, બોલ્યો- મેં ત્રણ-ત્રણ વાર આત્મહત્યા કરવાનુ વિચાર્યુ હતુ પણ.....
ખરેખરમાં શમી 18 મહિના સુધી ઇજાના કારણે ટીમની બહાર હતો, અને બાદમાં 2018માં પત્ની હસીન જહાંએ તેના પર ઘરેલુ હિંસાનો કેસ કરી દીધો હતો. આ બધા કારણોસર શમી ડિપ્રેશનમાં આવી ગયો હતો
નવી દિલ્હીઃ ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ લાઇવ ચેટમાં એક મોટો ખુલાસો કર્યો હતો, શમીએ કહ્યું કે મેં મારા જીવનમાં ત્રણ-ત્રણ વાર આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો, પણ મારા પરિવારના સપોર્ટના કારણે હું ફરીથી પાછો મારી જિંદગીમાં આવી શક્યો. શમી ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટમાં રોહિત શર્મા સાથે લાઇવ ચેટિંગ દરમિયાન ભાવુક થઇ ગયો હતો.
શમીએ પોતાના ખરાબ સમયને યાદ કરતા કેટલાક મોટા ખુલાસા કર્યા, શમીએ રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટિંગ દરમિયાન કહ્યું- 2015ના વર્લ્ડકપ બાદ મારુ જીવન એકદમ ખરાબ થઇ ગયુ હતુ. આ દરમિયાન મેં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. શમીનો ફ્લેટ 24મા માળે છે, પરિવારજનોને ડર હતો કે શમી 24માં માળેથી કુદીને આત્મહત્યા ના કરી લે.
ખરેખરમાં શમી 18 મહિના સુધી ઇજાના કારણે ટીમની બહાર હતો, અને બાદમાં 2018માં પત્ની હસીન જહાંએ તેના પર ઘરેલુ હિંસાનો કેસ કરી દીધો હતો. આ બધા કારણોસર શમી ડિપ્રેશનમાં આવી ગયો હતો.
શમીએ કહ્યું મારી પર્સનલ લાઇફમાં ઘણી મુશ્કેલીઓ આવી, પણ મારા પરિવારનો સપોર્ટ મળ્યો, મને સમજાવ્યો અને ખાસ કરીને મારા ભાઇએ મને ખુબ સાથ આપ્યો. મારી સાથે 24 કલાક બે-ત્રણ મિત્રો રહેતા હતા.
માતા-પિતાએ મને સજાવ્યો કે નાની મોટી સમસ્યાઓ આવતી રહે, પણ મારે માત્ર ક્રિકેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનુ છે. પછી મે ક્રિકેટની ટ્રેનિંગ શરૂ કરી દીધી. શમીએ કહ્યું દહેરાદુનની એક એકેડેમીમાં મે ખુબ મહેનત કરીને ટીમમાં વાપસી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement