શોધખોળ કરો

ઑસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલા આ ભારતીય ક્રિકેટરના પિતાનું નિધન, અંતિમક્રિયામાં નહીં રહી શકે હાજર

હાલમાં કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમને ક્વોરેન્ટીન પ્રોટોકોલનું પાલન કરવું પડી રહ્યું છે.

ટીમ ઈન્ડિયા સાથે ઑસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે. સિરાજના પિતા મોહમ્મદ ગાઉસ માત્ર 53 વર્ષના હતા, તેઓ ફેફસાના રોગથી પીડિત હતા. સિરાજના પિતાએ હૈદરાબાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સ્પોર્ટ્સ સ્ટારમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ મોહમ્મદ સિરાજને આ સમાચાર ત્યારે મળ્યા જ્યારે તે પ્રેક્ટિસથી હોટલ પરત ફરી રહ્યો હતો. સિરાજ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમી રહ્યો છે. બેંગલોરે ટ્વિટ કરીને સિરાજના પિતાના નિધનની માહિતી શેર કરી હતી. ટીમે લખ્યું હતું કે, મોહમ્મદ સિરાજના પિતાનું નિધન થયું છે અને અમારી દુવાઓ અને સાંત્વના સિરાજ અને તેના પરિવાર સાથે છે. સમગ્ર આરસીબી પરિવાર આ કપરા સમયમાં તારી સાથે છે. મજબૂત રહેજે મિંયા. હાલમાં કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયા ગયેલી ભારતીય ટીમને ક્વોરેન્ટીન પ્રોટોકોલનું પાલન કરવું પડી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ક્વોરેન્ટીન પ્રોટોકોલના કારણે સિરાજ પિતાની અંતિમક્રિયામાં હાજરી આપવા હૈદરાબાદ આવી શકશે નહીં. ભારતીય ટીમ 13 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી અને હાલમાં ક્વોરેન્ટીન છે. સિરાજે 7 વર્ષની ઉંમરે પોતાના મોટા ભાઈને ગુમાવી દીધો હતો. તેઓએ કહ્યું, "પિતાની હંમેશાથી એક ઈચ્છા હતી અને તેઓ કાયમ કહેતા કે મારો પુત્ર દેશનું નામ રોશન કરશે. હું પિતાની ઈચ્છાને પૂરી કરીશ." સિરાજે 2016-17ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. જે બાદ તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં 35 મેચ રમી, જેમાં તેને 39 વિકેટ લીધી હતી. તેને ટીમ ઈન્ડિયા માટે 3 ટી-20માં 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે જો કે તેમાં તેને એક પણ વિકેટ મળી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget