શોધખોળ કરો

Kieron Pollard: એક ટીમ માટે સૌથી વધુ ટી20 મુકાબલા રમનાર ખેલાડી છે પોલાર્ડ, જાણો તેના આંકડા

મુંબઈ ઈન્ડિયન્સ સાથે કિરોન પોલાર્ડની 12 વર્ષની સફરનો અંત આવ્યો છે. પોલાર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લઈ લીધી છે.

Kieron Pollard: મુંબઈ ઈન્ડિયન્સ સાથે કિરોન પોલાર્ડની 12 વર્ષની સફરનો અંત આવ્યો છે. પોલાર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી નિવૃત્તિ લઈ લીધી છે. આગામી સિઝન પહેલા મુંબઈ દ્વારા રિલીઝ કરવામાં આવ્યા બાદ તેણે આ નિર્ણય લીધો છે. પોલાર્ડ મુંબઈ માટે 189 આઈપીએલ મેચ રમ્યો છે. આ સિવાય તે આ ટીમ માટે ચેમ્પિયન્સ લીગમાં પણ રમી ચૂક્યો છે. એકંદરે, તેણે મુંબઈ માટે 211 મેચ રમી છે અને IPLમાંથી નિવૃત્તિ લેવા છતાં, તે એક મોટો વિશ્વ રેકોર્ડ ધરાવે છે.

એક ટીમ માટે સૌથી વધુ ટી20 મેચ રમનાર વિદેશી ખેલાડી છે પોલાર્ડ 

પોલાર્ડ એક જ ટીમ માટે સૌથી વધુ T20 મેચ રમનાર વિદેશી ખેલાડી છે. એબી ડી વિલિયર્સ પોલાર્ડ પછી બીજા નંબરનો સૌથી વધુ રમનાર ખેલાડી છે. ડી વિલિયર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 157 મેચ રમી છે. પોલાર્ડ અને ડી વિલિયર્સની મેચોની સરખામણી કરીએ તો પોલાર્ડે સારી બઢત મેળવી છે. આ પછી સુનીલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે 157 મેચ રમી છે. લસિથ મલિંગાએ પણ મુંબઈ માટે 139 મેચ રમી છે અને તે આ મામલે ચોથા નંબર પર છે.

પોલાર્ડ મુંબઈ સાથે નવી ભૂમિકામાં જોવા મળશે

પોલાર્ડ ભલે નિવૃત્ત થઈ ગયો હોય, પરંતુ હવે તે મુંબઈ સાથે નવી ભૂમિકામાં દેખાશે. પોલાર્ડને ટીમ દ્વારા બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત તે કોચિંગ કરતો જોવા મળશે. આ સિવાય તે UAEમાં મુંબઈની ફ્રેન્ચાઈઝી માટે રમતા જોવા મળશે. પોલાર્ડ UAE T20 લીગમાં મુંબઈ અમીરાત તરફથી રમતા જોવા મળશે. તેણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. 

23 ડિસેમ્બરે થશે IPL મિની ઓક્શન

મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત લગભગ તમામ ટીમોએ તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. વાસ્તવમાં મેગા ઓક્શનનું આયોજન ગયા વર્ષે એટલે કે વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે આઈપીએલની મીની હરાજી થશે. IPL મિની ઓક્શન 2023 કોચીમાં આયોજિત કરવામાં આવશે.

IPL મીની ઓક્શન 2023નું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર IPL મીની ઓક્શન 2023 જોઈ શકશે. તે જ સમયે, એવું માનવામાં આવે છે કે IPL મીની ઓક્શન 2023 નું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર કરવામાં આવશે. જો કે, હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી કે IPL મીની ઓક્શન 2023 નું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર કરવામાં આવશે કે નહીં. આ હરાજી ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ

Embed widget