શોધખોળ કરો

RR vs CSK: મેદાન પર ઉતરતા જ એમએસ ધોનીએ રચ્યો ઈતિહાસ, આ ઉપલબ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની અબુધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટોસ માટે મેદાન પર આવ્યા એટલે તેમના નામે  ખૂબ જ ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની અબુધાબીના શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ટોસ માટે મેદાન પર આવ્યા એટલે તેમના નામે  ખૂબ જ ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે.   ધોની હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં 200 મેચમાં કેપ્ટનિંગ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે આજે રાજસ્થાન સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. ધોની પહેલા કોઈ પણ કેપ્ટન આઈપીએલમાં 200 મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી શક્યો નથી.

કેપ્ટન તરીકેનો આ રેકોર્ડ છે

એમએસ ધોની પોતાની આઈપીએલ કારકિર્દીમાં રાજસ્થાન સામે 200 મી મેચની કેપ્ટનશીપ કરી હતી. તેમની કેપ્ટનશીપમાં ટીમે અત્યાર સુધીમાં 119 મેચ જીતી છે. જ્યારે  79 મેચ હારી છે. કેપ્ટન તરીકે ધોનીની જીતની ટકાવારી 60.10 છે. જીતની ટકાવારીની દ્રષ્ટિએ ધોની IPL નો સૌથી સફળ કેપ્ટન છે.

કિંગ કોહલી બીજા નંબરે છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં બીજા નંબરે છે. તેણે RCB માટે અત્યાર સુધી 136 મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ દરમિયાન તેની ટીમે 62 મેચ જીતી છે. તે જ સમયે, 67 મેચ હારી છે. કેપ્ટન તરીકે કોહલીની જીતની ટકાવારી 48.10 છે.

ગંભીર ત્રીજા અને રોહિત ચોથા સ્થાને છે

આ યાદીમાં ગૌતમ ગંભીર ત્રીજા નંબરે છે. ગંભીરે IPL માં 129 મેચમાં કેપ્ટનશિપ કરી છે. આ સાથે જ રોહિત શર્મા, જેણે તેની કેપ્ટનશીપમાં પાંચ વખત મુંબઈ ઈન્ડિયન્સ માટે ખિતાબ જીત્યો છે, તે આ યાદીમાં ચોથા નંબરે છે. તેણે અત્યાર સુધીમાં 127 મેચમાં કેપ્ટનશિપ કરી છે.

ચેન્નઈનો ટાર્ગેટ હવે પછીની મેચમાં જીત મેળવી  ટેબલમાં ટોપ-2માં ફિનિશ કરવાનો રહેશે. ચેન્નઈ UAEના મેદાનમાં સતત 7 મેચ જીતી ચૂકી છે અને સારી લયમાં જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '

Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?

RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા

લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Mehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોતMorbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?Share Market | સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારો થઈ ગ્યા માલામાલ, જાણો મોટું કારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે  '
કાશ્મીર ચૂંટણી વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું ભડકાઉ નિવેદન, કહ્યુ '370 પર અબ્દુલ્લા-કોંગ્રેસ ગઠબંધન PAK સાથે '
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
Nawada News: બિહારના નવાદાની ઘટના પર મલ્લિકાર્જુન ખડગેએ NDA પર કર્યા પ્રહાર, પ્રિયંકા ગાંધીએ શું કરી માંગ?
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
RTOના પાપે મહેસાણાના બહુચરાજીમાં જોખમી સવારી, સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને બેસાડ્યા
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
લેબનાનમાં પેજર-વૉકી ટૉકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ, અત્યાર સુધી 32નાં મોત, 450થી વધુ ઇજાગ્રસ્ત
General Knowledge: ભારતમાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, રાજ્યનું નામ સાંભળીને ચોંકી જશો

Stock Market Record: યુએસ ફેડના નિર્ણયથી બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ ઉંચાઇ પર, રોકાણકારોને આટલા કરોડનો થયો ફાયદો

ભાજપના સદસ્યતા અભિયાનને લઈ કોંગ્રેસ MLAનો આરોપ, શિક્ષકો ભાગ લેતા હોવાનો આરોપ

Health Tips: દૂધ ઉકળે ત્યારે તમે પણ તેના પર મારો છો ફૂંક, જો તેના નુકસાન જાણી લેશો તો ક્યારેય નહીં કરો આવી ભૂલ

Embed widget