The Hundred: મુંબઈ ઇન્ડિયન્સે ખરીદી વધુ એક ક્રિકેટ ટીમ! અંબાણી પરિવારે વિદેશમાં કરી કરોડોની ડીલ
Mumbai Indians: પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ વધુ એક મોટો દાવ રમ્યો છે. હવે આ ફ્રેન્ચાઇઝીએ ધ હન્ડ્રેડ લીગમાં એક નવી ટીમ ખરીદી છે.

Mumbai Indians Oval Invincibles The Hundred League: ઈંગ્લેન્ડની ધ હંડ્રેડ લીગ ટીમોના વેચાણને કારણે સતત સમાચારમાં રહી છે. હવે એક નવા અહેવાલમાં ખુલાસો થયો છે કે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ ધ હંડ્રેડના ઓવલ ઇન્વિન્સિબલ્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો છે. ઓવલ ઇન્વિન્સિબલ્સ આ લીગના ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને બે વાર 'ધ હન્ડ્રેડ'નો ખિતાબ જીતી ચૂક્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે CVC કેપિટલ નામની કંપની અને અન્ય ઘણા ઉચ્ચ-પ્રોફાઇલ રોકાણકારોને હરાવીને આ ટીમમાં હિસ્સો મેળવ્યો છે.
ઓવલ ઇન્વિન્સિબલ્સ અંબાણીની છઠ્ઠી ટીમ બનશે
ઇન્ડિયા ટુડે અનુસાર, ધ ઓવલ ઇન્વિન્સિબલ્સ માટે સૌથી વધુ બોલી 123 મિલિયન પાઉન્ડ હતી. હવે MI ને આ ટીમમાં 49 ટકા હિસ્સો મળ્યો છે, તેથી તેને તેના માટે લગભગ 60 મિલિયન પાઉન્ડ ચૂકવવા પડશે. આ ભારતીય ચલણમાં લગભગ 645 કરોડ રૂપિયા જેટલું થાય છે. આ સાથે, ઓવલ ઇન્વિન્સિબલ્સ છઠ્ઠી ટીમ બનશે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત થશે. આ પહેલા મુંબઈ ઇન્ડિયન્સે IPL અને મહિલા પ્રીમિયર લીગ (WPL) જીતી છે. જ્યારે મેજર લીગ ક્રિકેટમાં MI ન્યૂ યોર્ક, SA20 માં MI કેપ ટાઉન અને ILT20 માં MI અમીરાત અંબાણી પરિવાર હેઠળ આવે છે.
49 ટકા હિસ્સો હવે અંબાણી પરિવાર પાસે
એવી અટકળો ચાલી રહી હતી કે અંબાણી પરિવાર લંડનથી સંચાલિત ટીમોમાંથી એક ખરીદવા માંગતો હતો. તેની નજર લંડન સ્પિરિટ પર પણ હતી. તમને જણાવી દઈએ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ ઓવલ ઈન્વિન્સીબલ્સમાં રસ દાખવ્યો હતો, પરંતુ નવા અપડેટ મુજબ, મુંબઈ ઈન્ડિયન્સે બોલી જીતી લીધી છે. ધ ઓવલ ઇન્વિન્સીબલ્સની વાત કરીએ તો, તેનો 49 ટકા હિસ્સો હવે અંબાણી પરિવાર પાસે છે અને બાકીનો 51 ટકા હિસ્સો સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ પાસે છે. જો સરે ક્લબ ભવિષ્યમાં તેના શેર વેચવા માંગે છે તો MI ફ્રેન્ચાઇઝ પણ આ ટીમની સંપૂર્ણ માલિકી મેળવી શકે છે. રિપોર્ટ અનુસાર, હાલ માટે, સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબ તેના શેર વેચવાના મૂડમાં નથી. તમને જણાવી દઈએ કે, ગત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનું પર્ફોમન્સ ખરાબ રહ્યું હતું.
આ પણ વાંચો....




















