શોધખોળ કરો
રોહિતની મુંબઇ ઇન્ડિયન્સે IPL-13 માટે રિલીઝ કર્યુ પોતાનુ થીમ કેમ્પેઇન, પોલાર્ડ અને રધરફોર્ડ પણ ટીમમાં જોડાયા
ખાસ વાત છે કે, આ વખતે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રારંભિક મુકાબલો ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ સામે ટકરાશે. આ મેચ અબુધાબીમાં રમાશે

દુબઇઃ આઇપીએલની હાલની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સે શનિવારે આઇપીએલની આગામી સિઝન માટે પોતાનુ થીમ કેમ્પેઇન રિલીઝ કરી દીધુ છે. હાલની વિજેતા ટીમ ફેન્સને સુરક્ષાના નિયમોનુ પાલન કરતા જશ્નમાં સામેલ થવા માટે પ્રેરિત કરી રહી છે. ફ્રેન્ચાઇઝીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં પ્રશંસકો પોતાના ઘરે અને કૉલોનીયોમાંથી સોશ્યલ ડિસ્ટન્સિંગનુ પાલન કરીને જશ્ન મનાવતા દેખાઇ રહ્યાં છે. ફ્રેન્ચાઇઝીએ એક નિવેદનમાં કહ્યું કે, આ અમારા પરિવારની ભાવનાઓને બતાવે છે જે કોઇપણ સ્થિતિમાં સમેટાતી નથી. આઇપીએલના 13મી સિઝનનુ આયોજન કોરોનાના કારણે આ વખતે યુએઇમાં કરવામાં આવ્યુ છે, આઇપીએલની તમામ મેચો આ વખતે યુએઇના ત્રણ મેદાનો પર, દુબઇ, અબુધાબી અને શારજહાંમાં રમાવવાની છે.દુબઇમાં સૌથી વધુ 24 મેચો રમાશે, વળી, અબુધાબીમાં 20 અને શારજહાંમાં 12 મેચો રમાશે. ખાસ વાત છે કે, આ વખતે આઇપીએલ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રારંભિક મુકાબલો ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ સામે ટકરાશે. આ મેચ અબુધાબીમાં રમાશે. આઇપીએલમાં ભાગ લેવા માટે મુંબઇની ટીમના બે ધૂરંધર ખેલાડી કિરોન પોલાર્ડ અને ટીમ જોડાઇ ગયા છે.
વધુ વાંચો




















