શોધખોળ કરો
Advertisement
મુંબઈ પોલીસે સુરેશ રૈના સામે નોંધ્યો કેસ, જાણો ચાલુ વર્ષે કયા કયા કારણોસર રહ્યો ચર્ચામાં
સુરેશ રૈનાએ ચાલુ વર્ષે 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ અચાનક તેણે નિવૃત્તિ જાહેર કરી હતી. જેને લઈ ચર્ચામાં રહ્યો હતો.
મુંબઈઃ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના નવા વિવાદમાં ફસાતો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં એક પાર્ટીમાં તે કોરોનાના નિયમોનો ભંગ કરીને સુઝાન ખાન, રેપર બાદશાહ, સિંગર ગુરુ રંધાવાની સાથે પાર્ટી કરતો હતો. પોલીસને જોઈ રૈના સહિતના સેલેબ્સ પાછલા બારણેથી ભાગી ગયા હતા. આ દરમિયાન મુંબઈ પોલીસે તેની સામે કેસ દાખલ કર્યો છે.
ધોનીની સાથે ક્રિકેટમાંથી સંન્યાની જાહેરાત
સુરેશ રૈનાએ ચાલુ વર્ષે 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. ધોનીએ નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ અચાનક તેણે નિવૃત્તિ જાહેર કરી હતી. જેને લઈ ચર્ચામાં રહ્યો હતો.
IPL છોડીને ભારત પરત ફર્યો
રૈના આઈપીએલની દુબઈમાં રમાયેલી 13મી સીઝન છોડીને ભારત પરત ફર્યો હતો. આ દરમિયાન રૈનાની ટીમના કેપ્ટન ધોની અને મેનેજમેન્ટ સાથે વિવાદની ખબર આવી હતી. રૈનાએ કોરોનાને લઈ પરિવાર માટે કોઇ ખતરો ઉઠાવવા ન માંગતો હોવાનું જણાવ્યું હતું.
પંજાબમાં ફૂવા અને ભાઈની હત્યા
19-20 ઓગસ્ટની રાતે પંજાબના પઠાણકોટના થારયાલ ગામમાં સુરેશ રૈનાના સંબધી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેના ફૂવા અને ભાઈનું મોત થયું હતું.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે મુલાકાત
ક્રિકેટમાંથી સંન્યાસ બાદ રૈના દેશની પ્રતિભાઓને બહાર લાવવાનું કામ કરી રહ્યો છે. જેને લઈ તે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હે મળ્યો હતો. મુલાકાત બાદ તેણે કહ્યું કે, હું અહીં ક્રિકેટ એકેડમી ખોલવા માંગું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion