શોધખોળ કરો
રાજસ્થાનને મોટો ફટકો, મોંઘા ભાવે ખરીદાયેલો આ વિદેશી ક્રિકેટર IPL રમવા નહીં આવે, પોતાના દેશની ટીમમાંથી રમશે
ફાસ્ટ બૉલર મુસ્તાફિઝૂર રહેમાને કહ્યું કે, તે એપ્રિલમાં શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝના સિલેક્શન માટે તે અવેલેબલ રહેશે. મુસ્તાફિઝૂર રહેમાનનુ કહેવુ છે કે તે આઇપીએલ માટે શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝને નથી છોડવા માંગતો
![રાજસ્થાનને મોટો ફટકો, મોંઘા ભાવે ખરીદાયેલો આ વિદેશી ક્રિકેટર IPL રમવા નહીં આવે, પોતાના દેશની ટીમમાંથી રમશે mustafizur rahman not available for rajasthan royals in ipl 2021 રાજસ્થાનને મોટો ફટકો, મોંઘા ભાવે ખરીદાયેલો આ વિદેશી ક્રિકેટર IPL રમવા નહીં આવે, પોતાના દેશની ટીમમાંથી રમશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24184820/Rajsthan-Royals-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14 સિઝન માટે રાજસ્થાન રૉયલ્સને મોટો ફટકો લાગી શકે છે. બાંગ્લાદેશનો ફાસ્ટ બૉલર મુસ્તાફિઝૂર રહેમાને આઇપીએલમાંથી પોતાનુ નામ પાછું ખેંચવા તૈયાર થઇ ગયો છે, તે આઇપીએલની જગ્યાએ પોતાના દેશની રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે આ ફેંસલો કરી રહ્યો છે. તે આઇપીએલના બદલે પોતાના દેશની ટીમને પ્રાથમિકતા આપવા માટે તૈયાર છે.
ફાસ્ટ બૉલર મુસ્તાફિઝૂર રહેમાને કહ્યું કે, તે એપ્રિલમાં શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝના સિલેક્શન માટે તે અવેલેબલ રહેશે. મુસ્તાફિઝૂર રહેમાનનુ કહેવુ છે કે તે આઇપીએલ માટે શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝને નથી છોડવા માંગતો.
ખાસ વાત છે જો મુસ્તાફિઝૂર રહેમાન આઇપીએલ નહીં રમે તો રાજસ્થાન રૉયલ્સને મોટો ફટકો લાગી શકે છે, કેમકે તેને રાજસ્થાને આઇપીએલ 2021ની હરાજીમાં તેની બેઝ પ્રાઇસ એક કરોડમાં ખરીદ્યો હતો. જોકે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મુસ્તાફિઝૂર રહેમાન અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સહિતના પોતાના કેટલાય ખેલાડીઓને આઇપીએલમાં રમવા માટે મંજૂરી આપી દીધી છે. શાકિબ અલ હસનને કોલકત્તા નાઇટ રાઇડર્સે ખરીદ્યો છે.
(પ્રતિકાત્મક તસવીર)
![રાજસ્થાનને મોટો ફટકો, મોંઘા ભાવે ખરીદાયેલો આ વિદેશી ક્રિકેટર IPL રમવા નહીં આવે, પોતાના દેશની ટીમમાંથી રમશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/24185429/Mustafizur-01-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)