શોધખોળ કરો
ન્યૂઝીલેન્ડમાં નવેમ્બરમાં થશે ક્રિકેટની વાપસી, પુરેપુરુ શિડ્યૂલ થયુ જાહેર
ન્યૂઝીલેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ ક્રિકેટની વાપસીનુ પુરેપુરુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડમાં કોરોના વાયરસના કારણે ક્રિકેટમાં લાગેલી લાંબી બ્રેક બાદ હવે ફરીથી ક્રિકેટની વાપસી થવા જઇ રહી છે. ન્યૂઝીલેન્ડમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી ટી20 સીરીઝથી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી થશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ ક્રિકેટની વાપસીનુ પુરેપુરુ શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. 13 માર્ચ બાદ પહેલીવાર ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ ઇન્ટરનેશનલ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જાહેરાત કરી કે નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનની મહેમાની કર્યા બાદ ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા જ્યારે માર્ચમાં બાંગ્લાદેશની મહેમાની કરવામાં આવશે. સરકારે હજુ સુધી શરૂઆતી બે ટીમોને જ આવવાની પરમીશન આપી છે. પરંતુ સીઇઓ ડેવિડ વાઇટને વિશ્વાસ છે કે અન્ય ટીમોની મહેમાનીને પણ લીલી ઝંડી મળી જશે. વાઇટે નિવેદનમાં જણાવ્યુ કે છેલ્લા છ કે સાત મહિનાથી અનિશ્ચિતતા અને મુશ્કેલીઓને જોતા આજની જાહેરાત કરતા હું રોમાંચિત છું. તેમને કહ્યું કે આ પ્રવાસની મહેમાની અમારા માટે કારણે ખુબ મહત્વની છે. ઇન્ટરનેશનલ ક્રિકેટથી પૈસા મળે છે જેનાથી ન્યૂઝીલેન્ડમાં ક્રિકેટનો પુરો ખેલ ચાલે છે. સાથે જ આ મહત્વનુ છે કે અમે ફેન્સની રમતનુ ધ્યાન રાખી શકીશુ કોરોના જેવા મુશ્કેલ સમયમાં. ન્યૂઝીલેન્ડ ઘરેલુ સત્રની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝની સાથે કરશે, જેની શરૂઆત 27 નવેમ્બરથી ઇડન પાર્કમાં થશે. અન્યે બે મેચો 29 અને 30 નવેમ્બરે રમાશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો



















