શોધખોળ કરો
Advertisement
INDvsNZ: દસ વર્ષ બાદ ભારત સામે મેચ રમવા આવ્યો આ ખેલાડી, કારણ છે ખાસ
ન્યૂઝીલેન્ડ તરફથી એક દાયકા પહેલા હમિશ બેન્નેટને ન્યૂઝીલેન્ડની ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી હતી
ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટી20માં એક વાત બધાને ચોંકાવી દીધા, ઓકલેન્ડના મેદાન પર એક ખેલાડી એવો જોવા મળ્યો જે 10 વર્ષ બાદ ભારત સામે રમવા માટે મેદાને ઉતર્યો હતો. આ ખેલાડી બીજુ કોઇ નહીં પણ કિવી ટીમનો ફાસ્ટ બૉલર હમિશ બેન્નેટ છે.
32 વર્ષીય કિવી ક્રિકેટર હમિશ બેન્નેટને એક ખાસ યોજના અંતર્ગત ભારતીય ટીમ સામે રમવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. હમિશ બેન્નેટને 10 વર્ષ બાદ કિવી પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી છે.
વાત એમ છે કે, ન્યૂઝીલેન્ડ તરફથી એક દાયકા પહેલા હમિશ બેન્નેટને ન્યૂઝીલેન્ડની ટીમમાં પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળી હતી, હમિશ બેન્નેટે નવેમ્બર 2010માં ભારત સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. આ મેચ અમદાવાદમાં રમાઇ હતી અને હમિશ બેન્નેટે એક ઇનિંગમાં બૉલિંગ કરીને 15 ઓવરમાં 2 મેડન નાંખીને 47 રન આપ્યા હતા.
હમિશ બેન્નેટની ખાસ વાત એ છે કે, હમિશ બેન્નેટને ભારત સામે જ મોકો આપવામાં આવે છે, આ કિવી ટીમની રણનીતિ છે. 2010માં પોતાની પહેલી મેચ ભારત વિરુદ્ધ રમી, બાદમાં ઇજાગ્રસ્ત થયો અને ત્રણ વર્ષ બાદ વનડેમાં વાપસી કરી હતી. ત્યારે પણ તેને ઓકલેન્ડમાં ટીમ ઇન્ડિયા સામે વનડે રમી હતી. હવે 10 વર્ષ બાદ ભારત સામે જ ટી20માં ડેબ્યૂ કરી રહ્યો છે.
ન્યૂઝીલેન્ડ ટીમઃ- માર્ટિન ગપ્ટિલ, કૉલિન મુનરો, કેન વિલિયમસન (કેપ્ટન), ટીમ સેઇફર્ટ, રૉસ ટેલર, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિસેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઇશ સોઢી, બ્લેયર ટિકનેર, હેમિશ બેન્નેટ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement