NZ vs ENG: પ્રથમ ટેસ્ટમાં ઇગ્લેન્ડની જીત નક્કી, 394 રનના ટાર્ગેટ સામે ન્યૂઝીલેન્ડે પાંચ વિકેટ ગુમાવી બનાવ્યા 63 રન
ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ મૌંગાનુઇ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેની સ્થિતિ મજબૂત કરી છે.
New Zealand vs Engand 1st Test Day 3: ઇંગ્લેન્ડની ટીમે ન્યૂઝીલેન્ડ સામે માઉન્ટ મૌંગાનુઇ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં તેની સ્થિતિ મજબૂત કરી છે. મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં 374 રનમાં ઓલઆઉટ થઇ હતી. તેણે ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 394 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેન સ્ટોક્સની ટીમે પ્રથમ દાવમાં 325 રન બનાવ્યા હતા. તેને ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગના આધારે 19 રનની લીડ મળી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 306 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે તેના બીજા દાવમાં 5 વિકેટે 63 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે હજુ 331 રનની જરૂર છે અને માત્ર 5 વિકેટો બાકી છે.
A dominant day for the visitors as they have victory in sight 👀
— ICC (@ICC) February 18, 2023
Watch #NZvENG live on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺
📝: https://t.co/8Xl1myugR3 pic.twitter.com/Pj4ENXNOYJ
ન્યૂઝીલેન્ડની હાર નિશ્ચિત
આ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની હાર લગભગ નક્કી થઇ ગઇ છે. ત્રીજા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં 5 વિકેટે 63 રન બનાવી લીધા હતા. દિવસની રમતના અંતે ડેરીલ મિશેલ 13 અને માઈકલ બ્રેસવેલ 25 રને અણનમ પરત ફર્યા હતા. ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે બીજા દાવમાં ન્યૂઝીલેન્ડને બેક ફૂટ પર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે બીજી ઇનિંગમાં અત્યાર સુધી ચાર વિકેટ ઝડપી છે. જ્યારે ઓલી રોબિન્સનને એક સફળતા મળી હતી.
Michael Bracewell (25*) and Daryl Mitchell (13*) see the team to stumps on Day 3. Stuart Broad (4-21) leads the bowling effort for the visitors under lights. Catch up on the scores | https://t.co/7ltlnCW1ng and highlights at @sparknzsport 📲 #NZvENG pic.twitter.com/97oZqOoEIp
— BLACKCAPS (@BLACKCAPS) February 18, 2023
બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન અને બ્રેન્ડન મેક્કુલમ મુખ્ય કોચ બન્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી ઈંગ્લેન્ડ બેઝબોલ વ્યૂહરચના હેઠળ રમી રહ્યું છે. આ રણનીતિના કારણે ઈંગ્લેન્ડે 10માંથી 9 ટેસ્ટ જીતી છે. માઉન્ટ મૌંગાનુઇ ટેસ્ટમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે બેઝબોલની રણનીતિ અપનાવી હતી. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ જોરદાર બેટિંગ કરી હતી. આ દરમિયાન હેરી બ્રુક અને બેન ડકેટે તોફાની અડધી સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં પણ ઇગ્લેન્ડની ટીમના બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં જો રૂટ, હેરી બ્રુક અને બેન ફોક્સે અડધી સદી ફટકારી હતી. જોકે ન્યૂઝીલેન્ડે પણ પ્રથમ દાવમાં ઝડપી બેટિંગ કરી હતી. પરંતુ બીજી ઇનિંગમાં કિવિ બેટ્સમેનો અત્યાર સુધી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.