શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સંકટની વચ્ચે BCCI પર આવશે એક મોટુ સંકટ, 14 વર્ષ બાદ આ કંપની કરશે પોતાનો કૉન્ટ્રાક્ટ રદ્દ
નાઇકીના હાલના કરારનો અંત સપ્ટેમ્બરમાં થશે, પણ કંપની ઇચ્છે છે કે બીસીસીઆઇ રદ્દ થયેલી મેચોને ધ્યાનમાં રાખીને કરાર આગળ વધારે. આ શરત પુરી ના થવા પર નાઇકી બીસીસીઆઇને સાથે આગળનો કરાર નહીં કરે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે BCCIને પહેલાથી જ મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવે વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. 14 વર્ષના અંતરાલ બાદ ટીમ ઇન્ડિયાની જર્સી પરથી નાઇકીનો લોકો હટી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે નાઇકી BCCIની સાથે પોતાનો કરાર આગળ વધારવા તૈયાર નથી. નાઇકીનો હાલનો કરાર સપ્ટેમ્બરમાં પુરો થવા જઇ રહ્યો છે.
ઇકૉનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે નાઇકીને લૉકડાઇનના કારણે નુકશાન વેઠવુ પડ્યુ છે. નાઇકીએ ચાર વર્ષના કરાર માટે BCCIને 370 કરોડ રૂપિયા આપ્યા હતા, જેમાં 85 લાખ રૂપિયા પ્રતિ મેચ ફી હતી. ઉપરાંત 12માંથી 15 કરોડ રૂપિયાની રૉયલ્ટી આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી ટીમ ઇન્ડિયાની 12 ઇન્ટરનેશનલ મેચો રદ્દ થઇ છે, જેના કારણે નાઇકી પોતાના કરારને આગળ વધારવા અપીલ કરી રહ્યું છે.
નાઇકીના હાલના કરારનો અંત સપ્ટેમ્બરમાં થશે, પણ કંપની ઇચ્છે છે કે બીસીસીઆઇ રદ્દ થયેલી મેચોને ધ્યાનમાં રાખીને કરાર આગળ વધારે. આ શરત પુરી ના થવા પર નાઇકી બીસીસીઆઇને સાથે આગળનો કરાર નહીં કરે.
નાઇકી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને શૂઝ, જર્સી અને અન્ય સામાન મફતમાં ઉપલબ્ધ કરાવે છે. નાઇકી અને બીસીસીઆઇની વચ્ચે પહેલીવાર 2006માં કરાર થયો હતો. 14 વર્ષથી નાઇકી અને બીસીસીઆઇ વચ્ચે કરાર ચાલુ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion