ICC Men's T20I Team 2021: ICCની બેસ્ટ ટી20 ટીમમાં એક પણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, આ પાકિસ્તાની ખેલાડી બન્યો કેપ્ટન
ICC એ વર્ષની સર્વશ્રેષ્ઠ T20 ટીમ પસંદ કરી છે, જેમાં એક પણ ભારતીય પુરુષ ખેલાડીને સ્થાન મળ્યું નથી. જ્યારે મહિલા ખેલાડીઓની ટીમમાં ભારતની સ્મૃતિ મંધાનાને ICC દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
ICC Men's T20I Team 2021: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષની સર્વશ્રેષ્ઠ T20 ટીમ પસંદ કરી છે, જેમાં એક પણ ભારતીય પુરુષ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે મહિલા ખેલાડીઓની ટીમમાં ભારતની સ્મૃતિ મંધાનાને ICC દ્વારા પોતાની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
ICCની 2021ની પુરૂષ ટી20 ટીમમાં કોઈ ભારતીયને સ્થાન મળ્યું નથી. પાકિસ્તાનના ત્રણ ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે, જેમાં સુકાની બાબર આઝમને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓપનર મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડ કપના ખિતાબમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ઝડપી બોલર જોશ હેઝલવુડને પણ ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામ, ડેવિડ મિલર અને તબરેઝ શમ્સીને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.
T20 ફોર્મેટમાં, ભારતીય ટીમની વાઈસ-કેપ્ટન અને ડાબોડી બેટ્સમેન મંધાના 2021માં 31.87ની એવરેજથી 255 રન સાથે ભારતની ટોપ સ્કોરર હતી. 25 વર્ષીય બેટ્સમેને નવ મેચમાં બે અડધી સદી ફટકારી અને ટીમને નિયમિત ઝડપી શરૂઆત અપાવી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 131.44 હતો. ટીમમાં મંધાના એકમાત્ર ભારતીય છે. ઈંગ્લેન્ડના ઘણા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે અને નેટ સાયવરને મહિલા ટીમનૂ કેપ્ટન બનાવવામાં આવી છે. ઈંગ્લેન્ડની અનુભવી ઓલરાઉન્ડર સ્કીવરે સમગ્ર વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતુ તેથી તેનો પણ સામેવશ કરાવાયો છે.
The ICC Men's T20I Team of the Year certainly packs a punch 👊
— ICC (@ICC) January 19, 2022
More 👉 https://t.co/TtQKyBL3rw pic.twitter.com/mhfNsE2mU3
બંને ટીમો નીચે મુજબ છે
પુરૂષ: જોસ બટલર, મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન), એડન માર્કરામ, મિશેલ માર્શ, ડેવિડ મિલર, તબરેઝ શમ્સી, જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, મુસ્તફિઝુર રહેમાન અને શાહીન આફ્રિદી
મહિલા: સ્મૃતિ મંધાના, ટેમી બ્યુમોન્ટ, ડેની વોટ્સ, ગેબી લુઈસ, નેટ સાયવર (કેપ્ટન), એમી જોન્સ, લૌરા વુલવર્ટ, મેરિજેન કેપ, સોફી એક્લેસ્ટોન, લૌરીન ફીરી અને શબનીમ ઈસ્માઈલ