શોધખોળ કરો
Advertisement
બીજી વનડેમાં વિરાટને સપોર્ટ કરવા ન્યૂઝીલેન્ડ પહોંચી અનુષ્કા શર્મા, ઇન્સ્ટા પર શેર કરી તસવીરો
સીરીઝની પહેલી મેચ હેમિલ્ટનમાં રમાઇ હતી. જ્યાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને 4 વિકેટથી હારવીને જીત સાથે શરૂઆત કરી છે
હેમિલ્ટનઃ બૉલીવુડ સ્ટાર અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા હાલ ન્યૂઝીલેન્ડ પહોંચી ગઇ છે. પ્રથમ વનડેમાં વિરાટ સેનાએ કારમી હારનો સામનો કર્યા બાદ હવે પોતાના પતિનો જુસ્સો વધારવા માટે અનુષ્કા ન્યૂઝીલેન્ડ પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વનડે મેચોની સીરીઝમાં કિવી ટીમ 1-0થી આગળ છે.
સીરીઝની પહેલી મેચ હેમિલ્ટનમાં રમાઇ હતી. જ્યાં કિવી ટીમે ટીમ ઇન્ડિયાને 4 વિકેટથી હારવીને જીત સાથે શરૂઆત કરી છે.
હવે સીરીઝની બીજી વનડે 8મી ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડના ઇડન પાર્ક સ્ટેડિયમમાં રમાવવાની છે. જેને લઇને એક્ટ્રેસ અનુષ્કા શર્મા ન્યૂઝીલેન્ડ પહોંચી છે. અનુષ્કાએ ત્યાંથી કેટલીક તસવીર પોતાની ઇન્સ્ટા સ્ટૉરી પર શેર કરી છે. ગુરુવારે અનુષ્કાએ ઇન્સ્ટા પર પ્લેનની તસવીરો શેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે વનડે સીરીઝ બાદ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે.
???? | @AnushkaSharma via Instagram stories ????✈️ pic.twitter.com/YFVrUziMRV
— Anushka Sharma FC™ (@AnushkaSFanCIub) February 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement