![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
NZ vs UAE T20: T20 ઈન્ટરનેશનલમાં સર્જાયો અપસેટ, ન્યુઝીલેન્ડને હરાવી યુએઈએ રચ્યો ઈતિહાસ
NZ Vs UAE 2nd T20I: UAE તરફથી કેપ્ટન મોહમ્મદ વસીમ અને આસિફ ખાને શાનદાર ઇનિંગ્સ રમી
![NZ vs UAE T20: T20 ઈન્ટરનેશનલમાં સર્જાયો અપસેટ, ન્યુઝીલેન્ડને હરાવી યુએઈએ રચ્યો ઈતિહાસ NZ vs UAE T20 Historic Win UAE Defeated New Zealand for First Time in International Cricket T20I Series 1-1 NZ vs UAE T20: T20 ઈન્ટરનેશનલમાં સર્જાયો અપસેટ, ન્યુઝીલેન્ડને હરાવી યુએઈએ રચ્યો ઈતિહાસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/20/7f069580f59db969c439c1f9ae5cbe47169250675838576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UAE Defeat New Zealand In T20 International: UAE એ પ્રથમ વખત T20 ઇન્ટરનેશનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો છે. UAEના પ્રવાસે ગયેલી ન્યુઝીલેન્ડની ટીમ UAE સામેની બીજી T20 મેચમાં 7 વિકેટે હારી ગઈ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 8 વિકેટે 142 રન બનાવ્યા હતા. રનનો પીછો કરતા UAEએ માત્ર 15.4 ઓવરમાં 3 વિકેટે 144 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
UAE તરફથી કેપ્ટન મોહમ્મદ વસીમ અને આસિફ ખાને શાનદાર ઇનિંગ્સ રમી હતી. ઓપનિંગ કરતી વખતે કેપ્ટન વસીમે 29 બોલમાં 4 ફોર અને 3 સિક્સરની મદદથી 55 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 189.66 હતો. આસિફ ખાને 29 બોલમાં 48* રન ઉમેર્યા. આસિફની ઇનિંગમાં 5 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ સિવાય ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા વૃત્યા અરવિંદે 21 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 25 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
ન્યુઝીલેન્ડની બેટિંગ નિષ્ફળ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગમાં ફ્લોપ દેખાઈ હતી. ટીમ માટે માર્ક ચેપમેને 46 બોલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ચેપમેનની ઇનિંગ્સમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી. આ સિવાય ન્યૂઝીલેન્ડના તમામ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ટીમના કુલ 7 બેટ્સમેન ડબલ આંકડો પણ પાર કરી શક્યા ન હતા, જેમાં ડેન ક્લીવર ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.
HISTORY!!!
— UAE Cricket Official (@EmiratesCricket) August 19, 2023
UAE beat NZ by 7 wkts
The three-match series is now levelled at 1-1. Decider tomorrow at the DIS at 6pm.
🇦🇪🇦🇪🇦🇪 pic.twitter.com/5XTkUbfDhg
UAEએ શાનદાર બોલિંગ કરી
પ્રથમ બોલિંગ કરતી વખતે UAE તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ટીમ તરફથી અયાન ખાને સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અયાને 4 ઓવરમાં માત્ર 5ની ઈકોનોમી સાથે 20 રન આપ્યા હતા. આ સિવાય મોહમ્મદ જવાદુલ્લાએ 4 ઓવરમાં 20 રન આપીને માત્ર 4ની ઈકોનોમી સાથે 2 વિકેટ પોતાના ખાતામાં લીધી હતી. જ્યારે અલી નસીર, ઝહુર ખાન અને મોહમ્મદ ફરાઝુદ્દીનને 1-1 સફળતા મળી હતી.
The moment UAE defeated New Zealand and squared the three-match T20I series 1-1
— UAE Cricket Official (@EmiratesCricket) August 19, 2023
🇦🇪🏏 pic.twitter.com/Heygr0Puu9
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)