IND vs SL 3rd ODI: ભારત-શ્રીલંકા વચ્ચે આજે અંતિમ વનડે, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ ?
આજે સીરીજની અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાશે. બન્નેની ટીમોની કોશિશ આજની મેચ જીતવાની રહેશે
IND vs SL 3rd ODI Live Streaming: શ્રીલંકા (Sri Lanka) વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરીઝમાં બે શરૂઆતની મેચોમાં ભારતીય ટીમ જીત હાંસલ કરીને સીરીઝને 2-0થી કબજે કરી લીધી છે. આજે સીરીજની અંતિમ વનડે મેચ તિરુવનંતપુરમમાં રમાશે. બન્નેની ટીમોની કોશિશ આજની મેચ જીતવાની રહેશે, એકબાજુ ભારતીય ટીમે જીત સાથે સીરીઝમાં શ્રીલંકાને વ્હાઇટ વૉશ આપવા પ્રયાસ કરશે, તો બીજી બીજુ શ્રીલંકા ટીમ જીત મેળવીને આબરુ બચાવવા પ્રયાસ કરશે. જાણો આજની ત્રીજી વનડે મેચ ક્યારે ને ક્યાંથી કેટલા વાગે જોઇ શકાશે.
ક્યારે અને ક્યા રમાશે મેચ ?
આ મેચ 15 જાન્યુઆરી (રવિવાર) બપોરે 1.30 વાગે શરૂ થશે, સીરીઝની આ છેલ્લી અને અંતિમ વનડે મેચ કેરાલાના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ક્યાં જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત-શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની આ છેલ્લી વનડે મેચ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની અલગ અલગ ટીવી ચેનલ્સ પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે, આ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+ હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે, ફ્રી ડીટીએચ કનેક્શન પર આ મેચ ડીડી સ્પૉર્ટ્સ પર પણ જોઇ શકાશે.
ટીમ ઇન્ડિયાએ એકતરફા અંદાજમાં જીતી સીરીઝ -
ભારતીય ટીમે રોહિત શર્માની આગેવાનીમાં આ સીરીઝ એકતરફી રીતે જીતી લીધી છે, વર્ષ 2023ની પ્રથમ વનડે સીરીઝમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ બન્ને મેચોમાં જીત મેળવી લીધી છે, પ્રથમ વનડે ગૌવાહાટીમાં રમાઇ અને બીજી વનડે મેચ કોલકત્તામાં રમાઇ હતી. ગૌવાહાટી વનડેમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને 67 રનોથી હાર આપી હતી, તો કોલકત્તા વનડેમાં ભારતીય ટીમે 4 વિકેટથી જીત હાંસલ કરી હતી. હવે આજે બન્ને ટીમોની નજર જીત પર રહશે.
બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતની ફૂલ સ્ક્વૉડ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, શુભમન ગીલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
શ્રીલંકાની ફૂલ સ્ક્વૉડ -
દાસુન શનાકા (કેપ્ટન), કુસલ મેન્ડિસ, ચરિથ અસલંકા, અશાન બન્ડારા, વાનિન્દુ હસરંગા, આવિષ્કા ફર્નાન્ડો, નુવાન્દુ ફર્નાન્ડો, ચામિકા કરુણારત્ને, લાહીરુ કુમારા, દિલશાન મધુશંકા, પાથુમ નિશંકા, પ્રમોદ મધુશન, કાસુન રજિતા, સાદીરા સમરવિક્રમા, મહીષ તીક્ષણા, જેફ્રી વાન્દરસે, દુનિથ વેલાલગે.