PAK vs AUS: વર્લ્ડકપમાં ઉભો થયો નવો વિવાદ, ફેન્સને 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવતા રોકવામાં આવ્યો, જુઓ VIDEO
Pak Fans and Police: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાની સાથે જ પાકિસ્તાની ક્રિકેટ ચાહકો ખૂબ જ નારાજ છે
![PAK vs AUS: વર્લ્ડકપમાં ઉભો થયો નવો વિવાદ, ફેન્સને 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવતા રોકવામાં આવ્યો, જુઓ VIDEO PAK vs AUS: Bengaluru Cop Stops Fan From Chanting ‘Pakistan Zindabad’ PAK vs AUS: વર્લ્ડકપમાં ઉભો થયો નવો વિવાદ, ફેન્સને 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લગાવતા રોકવામાં આવ્યો, જુઓ VIDEO](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/21/7da5a1f9f508e259685cc50ddc01730f169786672635274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pak Fans and Police: વર્લ્ડ કપ 2023માં ગઈકાલે રાત્રે (21 ઓક્ટોબર) એક નવો વિવાદ ઊભો થયો હતો. બેંગલુરુમાં રમાયેલી પાકિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની મેચમાં પાકિસ્તાની ક્રિકેટ ફેન્સને તેની ટીમને ચીયર કરતો અટકાવવામાં આવ્યો હતો. પોલીસે પાકિસ્તાની ફેન્સને સૂચના આપી હતી કે સ્ટેડિયમમાં ‘પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવશે નહીં. આ અંગે સ્ટેડિયમમાં તો હોબાળો મચ્યો હતો પરંતુ હવે સોશિયલ મીડિયા પર પણ હોબાળો મચી ગયો છે.
It's shocking and upsetting to see that people are being stopped from cheering "Pakistan Zindabad" at the game.
— Momin Saqib (@mominsaqib) October 20, 2023
This totally goes against what the sport is about!#CWC23 #PAKvsAUS #AUSvsPAK pic.twitter.com/iVnyFlNB09
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સુરક્ષા અધિકારી પાકિસ્તાની ચાહકોને 'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા ન લગાવવાનું કહી રહ્યા છે. જેના જવાબમાં ફેન્સે દલીલ કરી હતી કે તે પાકિસ્તાનનો છે અને તે 'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા નહીં લગાવે તો કોણ લગાવશે? ફેન્સ એવું પણ કહી રહ્યા છે કે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે અને લોકો ‘ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા છે તો તે 'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા કેમ ના લગાવી શકે? જેના પર પોલીસકર્મીએ એમ પણ કહ્યું કે ‘ભારત માતા કી જય’ના નારા લગાવી શકાય છે, પરંતુ પાકિસ્તાન જિંદાબાદ નહીં.
Pakistani Cricket fan, who has come to Support his Team, not being allowed to Cheer for his team by saying Pakistan Zindabad. India is not fit to host any multinational Tournament pic.twitter.com/hKoWtRNQ9c
— Joy (@Joydas) October 20, 2023
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાની સાથે જ પાકિસ્તાની ક્રિકેટ ચાહકો ખૂબ જ નારાજ છે. ચાહકોનું કહેવું છે કે ભારતમાં પાકિસ્તાની ચાહકો પોતાની ટીમને ચીયર કરી શકતા નથી. કેટલાક ભારતીય ક્રિકેટ ચાહકો પોલીસના આ વલણને યોગ્ય ઠેરવી રહ્યા નથી. વાસ્તવમાં મેદાનમાં દરેક દર્શકને તેની ટીમનું મનોબળ વધારવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં બેંગલુરુનો આ વીડિયો મોટા વિવાદનું કારણ બની શકે છે.
મિકી આર્થરે પણ આ આરોપ લગાવ્યો હતો
આ પહેલા પાકિસ્તાની ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે પણ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં આયોજિત વર્લ્ડ કપ આઈસીસી ઈવેન્ટ નહીં પરંતુ બીસીસીઆઈ ઈવેન્ટ બની ગયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્ટેડિયમમાં પાકિસ્તાનનું સંગીત વગાડવામાં આવતુ નથી અને ઘણા પાકિસ્તાની ચાહકોને ભારત આવવા માટે વિઝા મળી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)