(Source: ECI/ABP News/ABP Majha)
PAK vs ENG 1st Test: ઇગ્લેન્ડના ઓપનર્સે ટેસ્ટ મેચમાં કર્યો કમાલ, પ્રથમ સેશનમાં બનાવ્યો ખાસ રેકોર્ડ
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી આજથી રાવલપિંડીમાં શરૂ થઈ છે
Pakistan vs England: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી આજથી રાવલપિંડીમાં શરૂ થઈ છે. પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચની શરૂઆતથી જ ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી (91) અને બેન ડક્ટ (77)એ પાકિસ્તાની બોલરો સામે આક્રમક રમત બતાવી હતી.
The dressing room salutes our fastest ever Test 💯 by an opener 🙌
— England Cricket (@englandcricket) December 1, 2022
🇵🇰 #PAKvENG 🏴 pic.twitter.com/saXdOzaCeu
બંને ઈંગ્લિશ ઓપનરોએ મેચના પહેલા જ સેશનમાં 27 ઓવરમાં 174 રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેન જે રીતે બેટિંગ કરી રહ્યા હતા તે જોઈને એવું લાગી રહ્યું હતું કે આ મેચ ટેસ્ટ નહીં પરંતુ ટી-20 મેચ બનવા જઈ રહી છે. આ ભાગીદારી સાથે ઇંગ્લેન્ડના ઓપનરોએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.
First Test caps for @liaml4893 and @Wjacks9 🧢❤️
— England Cricket (@englandcricket) December 1, 2022
🇵🇰 #PAKvENG 🏴 pic.twitter.com/BTjdz3rSdT
ક્રાઉલી અને ડક્ટની જોડીએ ઈતિહાસ રચ્યો
રાવલપિંડીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનર જેક ક્રાઉલી અને બેન ડકેટે 2001 પછી ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ઝડપી 100 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાન સામેની આ મેચમાં બંનેની જોડીએ માત્ર 13.4 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો. બાંગ્લાદેશે વર્ષ 2012માં વેસ્ટ ઈન્ડિઝ સામે 13.4 ઓવરમાં 100 રન બનાવ્યા હતા.
ટેસ્ટ મેચમાં ટી20 જેવી બેટિંગ થઈ
ઈંગ્લેન્ડના બેટ્સમેન પાકિસ્તાનના રાવલપિંડીમાં ટેસ્ટ મેચમાં T20 ફોર્મેટની જેમ બેટિંગ કરી રહ્યા છે. આ મેચમાં અત્યાર સુધી બંને ઈંગ્લિશ ઓપનરોએ 27 ઓવરમાં 174 રન બનાવ્યા છે. બંને બેટ્સમેનોની સામે એક પણ પાકિસ્તાની બોલર પોતાની છાપ છોડી શક્યો ન હતો. જેક ક્રાઉલી અને બેન ડક્ટે પણ અત્યાર સુધીમાં 174 રનની ભાગીદારી કરી છે. પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડની આ ત્રીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. જો બંને બેટ્સમેન 198 રનથી વધુની ભાગીદારી કરે છે તો તે ઈંગ્લેન્ડ તરફથી પાકિસ્તાન સામે પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી બની જશે.