PAK vs NZ: સુરક્ષાના કારણોસર પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સીરીઝ રદ, આજે રમાવાની હતી પ્રથમ વનડે
Pakistan vs New Zealand: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે.
Pakistan vs New Zealand: પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાવાની હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 18 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાના પ્રવાસે આવી હતી. આ દરમિયાન ત્રણ મેચની વનડે સીરીઝ અને પાંચ મેચની ટી20 સીરીઝ રમાવાની હતી.
2009માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું હતું, જેના કારણે ઘણા વર્ષો સુધી પાકિસ્તાની ધરતી પર આંતરરાષ્ટ્રીય મેચ રમી શકાઈ ન હતી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમને ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી રહી છે. 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોએ લાંબા સમય સુધી પાકિસ્તાની ધરતીથી પોતાનું અંતર જાળવી રાખ્યું હતું, વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોના સફળ પ્રવાસ બાદ હવે બીજી મોટી ટીમ પાકિસ્તાન પહોંચી હતી.
સંકટનાં વાદળોએ ફરી એકવાર પાકિસ્તાન ક્રિકેટને ઘેરી લીધું છે. સુરક્ષાના કારણોસર ન્યુઝીલેન્ડનો સમગ્ર પાકિસ્તાન પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર ન્યૂઝીલેન્ડે 3 વનડે અને 5 ટી 20 ની સીરિઝ રમવાની હતી. ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ વનડે સીરિઝથી શરૂ થવાનો હતો. સીરિઝની ત્રણ વનડે રાવલપિંડીમાં રમાવાની હતી, જે આજથી શરૂ થઈ હતી. પરંતુ, પ્રથમ મેચમાં ટોસથી 20 મિનિટ પહેલા જે બન્યું, તેણે ન્યૂઝીલેન્ડના ખેલાડી ઓમાં ભય ભરી દીધો. જો સૂત્રોનું માનીએ તો ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ મેચ રમવા માટે મેદાનમાં આવવાનો ઇનકાર કર્યો હતો.
3 વનડે સીરિઝ બાદ ન્યૂઝીલેન્ડે લાહોરમાં 5 વનડે સીરિઝ રમવાની હતી. પરંતુ રાવલપિંડીમાં જ જે બન્યું તે પછી, ન્યૂઝીલેન્ડની ટીમે દેશમાં પરત ફરવું વધુ યોગ્ય માન્યું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા ઘરે પરત આવવાની વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડના આ પગલાથી, પાકિસ્તાન જેણે લાંબા સમય પછી ઘરે ફરી મોટી ટીમોનું આયોજન કરવાનું સ્વપ્ન જોયું હતું, તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે.
ઇંગ્લેન્ડને ટી 20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે. આ બે ટીમો ઉપરાંત આગામી એક વર્ષમાં ઘણી મોટી ટીમો પાકિસ્તાન આવવાની હતી. પરંતુ, હવે દરેક પર સસ્પેન્સની તલવાર લટકી રહી છે. અને, પાકિસ્તાન ક્રિકેટ માટે આ સારા સમાચાર નથી.