PAK vs NZ Semi Final T20 WC:ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યુ પાકિસ્તાન, ન્યૂઝિલેન્ડને સાત વિકેટે આપી હાર
પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
T20 World Cup 2022 Pakistan vs New Zealand: પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવીને ટી-20 વર્લ્ડકપ 2022 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને સેમિફાઇનલ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાને 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી હતી. જ્યારે શાહીન આફ્રિદીએ 2 વિકેટ લીધી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી ડેરીલ મિશેલે અણનમ અડધી સદી ફટકારી હતી.
A sensational performance from Pakistan in the knockout game ⚡#T20WorldCup | #NZvPAK | 📝: https://t.co/LSzHXLy12f pic.twitter.com/fTq6RoaLMu
— ICC (@ICC) November 9, 2022
પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંનેએ અડધી સદી ફટકારી હતી. જ્યારે શાહીન આફ્રિદીએ 2 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ડિરેલ મિશેલે અણનમ અડધી સદી ફટકારી હતી. હવે પાકિસ્તાનનો મુકાબલો બીજી સેમીફાઈનલ જીતનારી ટીમ સાથે થશે. મોહમ્મદ રિઝવાનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
બાબર-રિઝવાનનું શાનદાર પ્રદર્શન
ન્યૂઝીલેન્ડે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ તરફથી બાબર આઝમ અને રિઝવાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન બાબર અને રિઝવાન વચ્ચે સદીની ભાગીદારી થઈ હતી. આ પછી બાબર 53 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 42 બોલમાં 53 રન ફટકાર્યા હતા. મોહમ્મદ રિઝવાને 43 બોલમાં 57 રન ફટકાર્યા હતા. તે સિવાય મોહમ્મદ હારિસ 26 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.
ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ ઝડપી હતી. તેણે રિઝવાન અને બાબરને આઉટ કર્યા હતા. બોલ્ટે બોલ્ટે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. મિશેલ સેન્ટનરે 4 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી. લોકી ફર્ગ્યુસને 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. ઈશ સોઢીએ 4 ઓવરમાં 26 રન આપ્યા હતા.
અગાઉ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેરિલ મિશેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 35 બોલમાં અણનમ 53 રન બનાવ્યા હતા. કેપ્ટન કેન વિલિયમસને 46 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. ઓપનર કોનવેએ 20 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. ગ્લેન ફિલિપ્સ 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી. નવાઝને પણ સફળતા મળી. તેણે 2 ઓવરમાં 12 રન આપ્યા. નસીમ શાહને એક પણ સફળતા મળી નથી. તેણે 4 ઓવરમાં 30 રન આપ્યા. હરિસ રઉફે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. શાદાબ ખાને 4 ઓવરમાં 33 રન આપ્યા હતા.